Get The App

VIDEO: હવે ભદ્ર પરિસર ફેરિયા અને પાથરણાવાળાઓ માટે બંધ, AMCએ બે વૈકલ્પિક પ્લોટ ફાળવ્યા છતાં વિરોધ

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: હવે ભદ્ર પરિસર ફેરિયા અને પાથરણાવાળાઓ માટે બંધ, AMCએ બે વૈકલ્પિક પ્લોટ ફાળવ્યા છતાં વિરોધ 1 - image

Ahmedabad News : અમદાવાદના ભદ્ર પરિસર ફેરિયા અને પાથરણા વાળાઓ માટે બંધ કરાયો છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા ભદ્ર પરિસર ખાતે બેનર લગાવીને જાહેર સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, AMC દ્વારા બે વૈકલ્પિક પ્લોટ ફાળવ્યા છતાં 844 ફેરિયાઓ ત્યાં બેસવા તૈયાર નથી અને ભદ્ર પરિસર બંધ કરાતાં વિરોધ નોંધાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. 


હવે ભદ્ર પરિસર ફેરિયા અને પાથરણાવાળાઓ માટે બંધ

અમદાવાદમાં ભદ્ર પરિસરમાં બેસતાં પાથરણા બજાર ફેરિયા અને પાથરણાવાળાઓ માટે બંધ કરવામાં આવ્યું છે. AMCએ નોંધાયેલા ફેરિયા અને પાથરણાવાળાઓ માટે વૈકલ્પિક પ્લોટ તરીકે બે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. જેમાં પાનકોર નાકા પાસે આવેલી નવરોજી લાયબ્રેરી પાછળનો ખુલ્લો પ્લોટ-એ અને ઢાલગરવાડમાં આવેલી ખુલ્લી જગ્યા પ્લોટ-બીની જગ્યા ફાળવવામાં આવી છે.

આ પણ વાંચો: શિલજમાં 35 વર્ષથી રામભરોસે ચાલે છે 'શ્વાન રોટલા કેન્દ્ર', અમદાવાદમાં શ્વાનની અનેક જમીનો થઈ ગઈ અદ્રશ્ય

AMCની જાહેર સૂચના

તંત્ર દ્વારા નોંધાયેલા ફેરિયા અને પાથરણાવાળાઓ વાળા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે AMCએ ભદ્ર પરિસરમાં કોઈપણ પાથરણાવાળાને ન બેસવા જાહેર સૂચના આપી છે. બીજી તરફ, AMC દ્વારા ફાળવવામાં આવેલી અન્ય જગ્યા પર પાથરણાવાળા અને ફેરિયા બેસવા તૈયાર ન હોવાથી વિરોધ નોંધાવી રહ્યા છે.