અમદાવાદમાં દંપતીનો જીવ લીધા બાદ જાગી AMC, વીજપોલ પર ખુલ્લા વાયર દેખાશે એજન્સીને આકરો દંડ
Ahmedabad News : અમદાવાદના નારોલ વિસ્તારમાં પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થઈ રહેલા એક દંપતીનું 8 સપ્ટેમ્બરના રોજ વીજ કરંટ લાગવાથી મૃત્યુ થયું હતું. પોલીસે તપાસ બાદ ખાનગી કોન્ટ્રાક્ટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના બે અધિકારીઓ સહિત પાંચ લોકોની બેદરકારી બદલ ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના બાદ AMCએ શહેરમાં આવેલા તમામ વીજપોલ અને વાયરિંગની તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને જણાવ્યું છે કે, જો કોઈ વીજપોલ પર ખુલ્લા વાયરો દેખાશે તો જવાબદાર એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વીજપોલ પર ખુલ્લા વાયરો મામલે કડક પગલા લેવાનો AMCએ નિર્ણય કર્યો છે. AMCએ જણાવ્યું કે, આ કામગીરીમાં બેદરકારી દાખનાર એજન્સી સામે દંડાત્મક પગલા લેવાશે. જેમાં પ્રથમ વખત બેદરકારી જણાશે તો જે-તે એજન્સીને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જ્યારે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થશે તો એજન્સીને બ્લેક લિસ્ટ કરી દેવાશે.
આ પણ વાંચો: અમદાવાદના નારોલમાં વીજ કરંટથી દંપતીના મોતનો કેસ: AMCના અધિકારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ
AMCના આ પ્રકારના નિર્ણયથી જે-તે એજન્સી પોતાની જવાબદારી સમજશે અને પોતાની કામગીરીને ગંભીરતાથી લેશે. એટલે કોઈ દુર્ઘટના ન સર્જાઈ.