Gujarat

અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ભાજપના 40થી વધુ કોર્પોરેટર્સની ટિકિટ કપાવાની વકી

By GS TEAM
2 Apr 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાશે. કોર્પોરેશનમાં સતત 21 વર્ષથી સત્તાસ્થાને રહેલા ભાજપ દ્વારા 48 વોર્ડના ઉમેદવારોની પસંદગી કરવા પ્રક્રીયા શરૂ કરવામા આવી છે. આ દરમિયાન વર્ષ-2021થી 26ની ટર્મમા કોર્પોરેટર રહેલા એવા ભાજપના 40થી વધુ કોર્પોરેટરોની ટિકિટ આ વખતે કપાવાની પ્રબળ સંભાવના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ભાજપના 40થી વધુ કોર્પોરેટર્સની ટિકિટ કપાવાની વકી

AMC Elections: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાશે. કોર્પોરેશનમાં સતત 21 વર્ષથી સત્તાસ્થાને રહેલા ભાજપ દ્વારા 48 વોર્ડના ઉમેદવારોની પસંદગી કરવા પ્રક્રીયા શરૂ કરવામા આવી છે. આ દરમિયાન વર્ષ-2021થી 26ની ટર્મમા કોર્પોરેટર રહેલા એવા ભાજપના 40થી વધુ કોર્પોરેટરોની ટિકિટ આ વખતે કપાવાની પ્રબળ સંભાવના છે. 

અમુક કોર્પોરેટર ગેરશિસ્ત દાખવવા અને કોન્ટ્રાકટ મેળવવાના પણ આક્ષેપ

વયમર્યાદા, રોસ્ટર અને ત્રણ ટર્મના કારણે આ કોર્પોરેટરોને પક્ષ ટિકિટ નહીં આપે.ગત ટર્મમા અમુક કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ થઈ હતી.તો કેટલાક કોર્પોરેટરો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા.પક્ષની સુચના છતાં લાંબા સમય સુધી બેઠકમાં હાજર નહીં રહી ગેરશિસ્ત દાખવવી તેમજ કોર્પોરેશનમાં પાણી પુરૂ પાડવાના ટેન્કરોનો કોન્ટ્રાકટ લેવાના આક્ષેપ જે જે કોર્પોરેટરો સામે થયા હતા તેમને પણ પાર્ટી ફરી રીપીટ નહીં કરે.એમ ભાજપના આંતરીક સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.


આ પણ વાંચો: અમદાવાદનો આ અંડરબ્રિજ 3થી 7 એપ્રિલ દરમિયાન બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ

ભાજપની નો રિપીટ થિયરી

વર્ષ 2005થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા ભાજપ સત્તાસ્થાને છે. છેલ્લા બે દાયકામા પહેલી વખત વર્ષ-2021થી 2025ની ટર્મ ભાજપના શાસનમા નબળી રહી એવી રજુઆત છેક ભાજપ હાઈકમાન્ડ સુધી ભાજપના જ કોર્પોરેટરો દ્વારા અગાઉ કરવામા આવેલી છે. ભાજપે જે નો રિપીટ થિયરી અપનાવી છે. તેને ધ્યાનમા લેવામા આવશે. તો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, વિવિધ કમિટીના ચેરમેનને આ વખતે ટિકિટ મળવાની નહીવત્ સંભાવના છે. 

અમુક કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ

અપવાદરુપે દિલ્હીથી કોઈ ખાસ ભલામણ થશે તો જ એક કે બે  ઉમેદવારોને રિપીટ કરાશે. ગત ટર્મમા ભાજપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તેવા પ્રયાસો ભાજપના જ કોર્પોરેટરો દ્વારા કરવામા આવ્યા હતા.રામોલ-હાથીજણ વોર્ડના ભાજપના બે કોર્પોરેટરો પૈકી એક સામે પોલીસ ફરિયાદો થઈ હતી, તો અન્ય એક કોર્પોરેટર સામે આર્થિક લેતીદેતીના આક્ષેપ થયા હતા. 

ખોખરા વોર્ડના એક કોર્પોરેટર તો એન.આર.આઈ.હોય એ રીતે જ તેમની ટર્મના પાંચ વર્ષ પુરા થયા. વિવિધ કમિટીમાં તેમનો સભ્ય તરીકે સમાવેશ કરાયો હતો.આમ છતાં સતત ગેરહાજર રહેવા તથા પક્ષમા નેતાને પણ જાણ નહીં કરવા જેવી ગેરશિસ્ત આચરવાના આક્ષેપો છે. થોડા સમય પહેલા આ કોર્પોરેટરના પિતાએ પણ મારો પુત્ર કોર્પોરેટર છે એમ કહી દાદાગીરી કરી હોવાની ઘટના સોશિયલ મીડિયામા વાઈરલ થવા પામી હતી.