Gujarat

કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપરની 100 જર્જરિત દુકાનો તોડી પાડવાનો AMCનો નિર્ણય

By GS TEAM
10 Oct 20251 min read
TukuTouch Logo
બુધવારે સાંજે કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર આવેલી દસ જર્જરીત દુકાન વાઈબ્રેશનના કારણે ધરાશાયી થઈ ગઈ હતી. જેના પછી કોર્પોરેશન દ્વારા બ્રિજની બંને તરફ ફુટપાથ ઉપર ઉભી કરવામા આવેલી 100 જેટલી જર્જરીત દુકાનો ખાલી કરાવી તોડી પાડવા નિર્ણય કરવામા આવ્યો છે. આ ઉપરાંત દુકાનો ધરાશાયી થવાના કારણોની તપાસ કરવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપરની 100 જર્જરિત દુકાનો તોડી પાડવાનો AMCનો નિર્ણય

Ahmedabad kalupur Bridge news : બુધવારે સાંજે કાલુપુર રેલવે ઓવરબ્રિજ ઉપર આવેલી દસ જર્જરીત દુકાન વાઈબ્રેશનના કારણે ધરાશાયી થઈ ગઈ હતી. જેના પછી કોર્પોરેશન દ્વારા બ્રિજની બંને તરફ ફુટપાથ ઉપર ઉભી કરવામા આવેલી 100 જેટલી જર્જરીત દુકાનો ખાલી કરાવી તોડી પાડવા નિર્ણય કરવામા આવ્યો છે. આ ઉપરાંત  દુકાનો ધરાશાયી થવાના કારણોની તપાસ કરવામાં આવશે.

બ્રિજની બંને તરફ ફૂટપાથ ઉપર બનેલી દુકાનો તોડી પડાશે 

સરસપુરથી કાલુપુર તરફ રેલવે પોર્શનથી ડાબી તરફ આવેલી આ દુકાનો બ્રિજની કામગીરીમા ડ્રીલીંગ કરવામા આવતુ હતુ એ સમયે  બુધવારે સાંજે બનેલી ઘટના અંગે કોર્પોરેશન તરફથી રેલવે વિભાગ પાસે વિગતો માંગવામા આવી છે. 

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે નિર્ણય જણાવ્યો 

બીજી તરફ કાલુપુર બ્રિજના રિસ્ટોરેશનની કામગીરી ચાલી રહી છે તેવા સમયે બ્રિજના ઉપરના ભાગમાં બંને તરફની ફુટપાથ ઉપર આવેલી અંદાજે સો જેટલી દુકાનો ખાલી કરાવી તોડી પાડવા કાર્યવાહી શરૂ કરવામા આવશે એમ મઘ્યઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે કહયુ છે.