Get The App

ઓગણજ-સોલા-ભાડજ TP સ્કીમને AMCની મંજૂરી, ગુજરાતની બીજી સૌથી મોટી સ્કીમ

Updated: Jun 13th, 2023

GS TEAM


Google News
Google News
ઓગણજ-સોલા-ભાડજ TP સ્કીમને AMCની મંજૂરી, ગુજરાતની બીજી સૌથી મોટી સ્કીમ 1 - image


- મ્યુનિસિપલ બોર્ડની મંજૂરી બાદ રાજય સરકારની મંજૂરી માટે આ દરખાસ્ત મોકલાશે

અમદાવાદ, તા. 13 જૂન 2023, મંગળવાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી (TPEMC) એ ટીપી સ્કીમ નં. 221 ઓગણજથી સોલા- ભાડજને સોમવારે મંજૂરી આપી છે. આ યોજના 800 એકર વિસ્તારને આવરી લેશે. આ સાથે આ ટીપી સ્ક્લીમ ગુજરાતની બીજી સૌથી મોટી ટીપી સ્કીમ બની ગઈ છે.

અદાવાદ મ્યુનિશિપલની ટાઉન પ્લાનિંગ કમિટીમાં બહેરામપુરા-શાહવાડી ઉપરાંત આંબલી, પીપળજ, સૈજપુર તથા ઓગણજ-સોલા-ભાડજ ટી.પી.સ્કીમના પરામર્શ અંગેની દરખાસ્ત મંજુર કરાઈ છે. મ્યુનિસિપલ બોર્ડની મંજૂરી બાદ રાજય સરકારની મંજૂરી માટે આ દરખાસ્ત મોકલાશે.

TPEMC કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, આ મંજૂરી અમદાવાદના ડેવલપમેન્ટના મેગા પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ છે. ટીપી સ્કીમ નં. 221 અંતર્ગત AMC માટે 60% અને બગીચાઓ, રમતના મેદાનો, પાર્કિંગ સુવિધાઓ વગેરેના વિકાસ માટે 40%ના ગુણોત્તરને અનુસરીને AMC 210 પ્લોટ હસ્તગત કરશે.

અન્ય ત્રણ ટીપી સ્કીમોને પણ મંજૂરી મળી ગઈ છે. ટીપી સ્કીમ નં. 32 શાહવાડીથી બહેરામપુરા સુધીના ઔદ્યોગિક ઝોનમાં સ્થિત છે. તેમાં 25% જમીન કપાત આવશે. ચેરમેને સ્પષ્ટ કર્યું કે આ કપાત તેના ઔદ્યોગિક ઝોનના વર્ગીકરણ અને ગટર ડમ્પિંગ સ્ટેશન અને નારોલનો ટેકરાને કારણે ઘટાડો નથી, અહિંતા વિકાસ માટે AMC 80 પ્લોટ લેશે.

વધુમાં ટીપી સ્કીમ નં. 155 ગામતળ એક્સ્ટેન્શનથી પીપળજ સુધી 25 પ્લોટ સાથે મંજૂરી મળી છે અને ટીપી સ્કીમ નં. 212ને આંબલીમાં 10 પ્લોટ સાથે મંજૂરી મળી છે. ચાર ટીપી સ્કીમમાં વિકાસ માટે મંજૂર થયેલા પ્લોટની કુલ સંખ્યા 326 છે. આ યોજનાની મંજૂરીઓ જનરલ બોર્ડમાં આગળ વધશે અને ત્યારબાદ અંતિમ મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવશે.


Tags :