ગાડી સાફ કરવાના કપડા મુદે એમ્બ્યુલન્સ ચાલકો વચ્ચે મારામારી
ગાજરાવાડી વિસ્તારમાં રહેતા નીતિનભાઈ રજવાડી એમ્બ્યુલન્સ ચલાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, આજે સવારે મે કીર્તિ મંદિરની સામે એમ્બ્યુલન્સ લઈને ઉભો હતો, ત્યારે સુરેશ ભઈજીભાઈ બારિયા (રહે - વુડા આવાસ ,જાંબુઆ / મૂળ -તિલકવાડા) પોતાની એમ્બ્યુલન્સ ગાડી સાફ કરી રહ્યો હતો. મારી ગાડી સાફ કરવાનું કપડું બે ત્રણ દિવસથી કોઈ લઈ જાય છે, જેથી આ કપડું મારું છે કે કેમ? તે અંગે જણાવતા સુરેશે ઝઘડો કરી હાથમાં પહેરેલ કડુ મારી ઈજા પહોંચાડતા માથાના ભાગે બે ટાંકા આવ્યા છે. ફરિયાદના આધારે રાવપુરા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.