Get The App

આણંદમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકી જણાતા અંબિકા ફરસાણ માર્ટ સીલ

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
આણંદમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકી જણાતા અંબિકા ફરસાણ માર્ટ સીલ 1 - image


- મનપાની આરોગ્ય ટીમની આકસ્મિક તપાસ

- સાંગોડપુરામાં સડેલા બટાકા, ખૂલ્લામાં પુરી તળતા એવન પાણીપુરીવાળાને 10 હજારનો દંડ

આણંદ : આણંદમાં રેડ ક્રોસ પાસે આવેલી અંબિકા ફરસાણ માર્ટમાં સ્વચ્છતાનો અભાવ, ગંદકી જોવા મળતા સીલ કરાઈ છે. જ્યારે સાંગોડપુરા ખાતે એ-વન પાણીપુરીવાળાને ત્યાં સડેલા બટાકા અને ખૂલ્લામાં પુરી તળાતી હોવાથી ૧૦ હજારનો દંડ વસૂલ કરાયો હતો.

આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતની ટીમ દ્વારા આણંદમાં રેડ ક્રોસ પાસે આવેલી અંબિકા ફરસાણ માર્ટ ખાતે જરૂરી તપાસણી કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે. જેમાં સ્વચ્છતાનો અભાવ સાથે ગંદકી જોવા મળી હતી.

મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ હોટલ ખાતે હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઈજિન ન હોઈ અને લોકોના આરોગ્યને જોખમીરૂપ હોય તાત્કાલિક અસરથી આ હોટલ સીલ કરવામાં આવી છે.

આણંદમાં સાંગોડપુરા ખાતે પ્રમુખસ્વામી હોલની પાછળ આવેલી એ-વન પાણીપુરીવાળાને ત્યાં ચેકિંગ કરાતા પાણીપુરી ખુલ્લામાં તળતા હતા. બાફેલા બટાકા અને કાચા બટાકા પણ ખરાબ થયેલા જોવા મળ્યા હતા. આમ જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે અને ગંદકી જોવા મળી હતી. મહાનગરપાલિકાની ટીમ દ્વારા એવન પાણીપુરીવાળાને ત્યાં બિલકુલ હાઈજિન ન હોઈ અને લોકોના આરોગ્યને જોખમીરૂપ હોવાથી રૂા. ૧૦ હજારનો દંડ સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યો હતો.

Tags :