Gujarat

વ્હેલની ઉલ્ટીનો કાળો કારોબારઃ વધુ 1.82 કરોડનું એમ્બરગ્રીસ પકડાયું

By GS TEAM
27 Feb 20261 min read
વ્હેલની ઉલ્ટીનો કાળો કારોબારઃ વધુ 1.82 કરોડનું એમ્બરગ્રીસ પકડાયું

પોરબંદરમાં વેચાણ કરવા આવ્યો'તો પણ ગ્રાહક મળ્યો નહીં : પોરબંદર SOGએ 1.829 કિ.ગ્રા.ની એમ્બરગ્રીસ સાથે કાર્યવાહી માટે બિલખાના શખ્સને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપ્યો

પોરબંદર, : પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત એસ.ઓ.જી.ની ટીમે 1.82 કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે બીલખાના ઇસમને દબોચ્યો છે. તે પોરબંદરમાં ઉલ્ટીનું વેચાણ કરવા માટે આવ્યો હતો પરંતુ કોઇ ગ્રાહક મળી આવ્યા ન હતા. તેની સામે વન્ય સંરક્ષણ પ્રાણી અધિનિયમ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

પોરબંદર એસ.ઓ.જી.ને ખાનગી રાહે વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)ની હેરફેર બાબતે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી જેમાં પોરબંદર નરસંગ ટેકરી હાઇવે રોડ પરથી બીલખાના નાગરેચા વાડી, રેલવે ફાટક પાસે રહેતા મેહુલ પ્રવિણભાઇ સોલંકી (ઉ.વ. 23), કુલ વજન 1.829 કિ.ગ્રા. કિ.રૂા. 1,82,90,000ની વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) બીલખા જૂનાગઢ ખાતેથી વેચાણ અર્થે પોરબંદર લઇ આવેલ હોય અને વ્હેલ માછલીની ઉલ્ટી બહુ મુલ્યવાન હોવાથી તેનું વેચાણ કરવા ગ્રાહકની શોધખોળ કરતો હોઇ તેને ઝડપી લેવામાં આવ્યો છે. તથા મળી આવેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) અને આ શખ્સ વિરૂદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોરબંદરને સોંપી દેવામાં આવ્યો છે.