Get The App

અંબાજી મંદિરે દર્શને જતા પહેલા વાંચી લેજો આ સમાચાર, આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

Updated: Jul 5th, 2024

GS TEAM


Google News
Google News
Ambaji Temple


Ambaji Darshan Time: શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજીનું પ્રસિદ્ધ મંદિર. જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર અને બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું છે. અંબાજી એક મહત્ત્વપૂર્ણ મંદિર છે, જ્યાં દરરોજ હજારો ભક્તો માંના આશિર્વાદ લેવા માટે આવે છે. ત્યારે અંબાજી મંદિરમાં પ્રણાલિકા મુજબ અને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ થકે તેવી સગવડ માટે અંબાજી મંદિરમાં અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. 

આ પણ વાંચો: નકલી અધિકારી, નકલી ટોલનાકું, નકલી કચેરી બાદ હવે રાજકોટમાં નકલી સ્કૂલનો થયો પર્દાફાશ


અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢી બીજ (સાતમી જુલાઈ)થી બે વખત જ કરવામાં આવશે. બપોરે થતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે. સવારે મંદિર 10.45 કલાકે બંધ થતું હતું, તેના બદલે હવે 11.30 કલાક સુધી દર્શનનો સમય લંબાવાયો છે. માતાજીની સાતે દિવસની સવારીનાં દર્શન, જે માત્ર 10.45 સુધી થતાં હતા જે હવે 4.30 કલાક સુધી દર્શનનો લાભ મળશે. સવારે આરતી 7.30થી 8.00, સવારે દર્શન 8.00થી 11.30, બપોરે આરતી બંધ કરવામાં આવી છે. બપોરે દર્શન 12.30થી 04.30, સાંજે આરતી 07.00થી 07.30, સાંજે દર્શન 07.30થી રાત્રીના 09.00 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. અષાઢી બીજથી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે.

અંબાજી મંદિરે દર્શને જતા પહેલા વાંચી લેજો આ સમાચાર, આરતી અને દર્શનના સમયમાં ફેરફાર 2 - image

Tags :