Get The App

અંબાજી મંદિરમાં દર્શનનાં સમયમાં કરાયો ફેરફાર : હવે 3 ટાઈમ કરાશે આરતી

દિવસ દરમ્યાન ત્રણ સમય કપડા અને શણગાર બદલાતા હોવાથી આરતી 3 ટાઈમ કરાશે

આવતીકાલ 22-04-2023થી 19-06-2023 સુધી માતાજીના મંદિરમાં અન્નકુટ ધરાવી શકાશે નહીં

Updated: Apr 21st, 2023

GS TEAM


Google News
Google News
અંબાજી મંદિરમાં દર્શનનાં સમયમાં કરાયો ફેરફાર : હવે 3 ટાઈમ કરાશે આરતી 1 - image

અંબાજી, તા.21 એપ્રિલ-2023, શુક્રવાર

યાત્રાધામ અંબાજી ખાતે સુર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉપરાંત અંબાજી મંદિરમાં 23મી એપ્રીલ શનિવારના રોજ વૈશાખ સુદને અખાત્રીજથી સવાર-સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે, જેમાં બપોરે વધુ એક આરતી કરવામાં આવશે. માનવામાં આવે છે કે, હાલ કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમ્યાન ત્રણ સમય કપડાનો શણગાર બદલાતો હોવાથી આરતી ત્રણ સમય કરાશે. ઉપરાંત મંદિર સવારે 11.30 કલાકે બંધ કરાતું હતું, તેના બદલે 10.45 કલાકે બંધ કરાશે. યાત્રીકોને મંદિરમાં સવારે માતાજીની બાલ્યા અવસ્થા, બપોરે યૌવન અવસ્થા અને સાંજે પ્રૌઢ અવસ્થાના દર્શન થશે, તેમ મંદિરના ભટ્ટજી મહારાજ તન્મયભાઈ ઠાકરે જણાવ્યું હતું. અંબાજી મંદિર માં આ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાયો હોવાથી આવતીકાલ 22-04-2023થી 19-06-2023 સુધી માતાજીના મંદિરમાં અન્નકુટ ધરાવી શકાશે નહીં.

આરતીનો સમય

  • સવારે આરતીનો સમય - 7.00 થી 7.30 સુધી
  • સવારે દર્શનનો સમય - 7.30 થી 10.45 સુધી
  • બપોરે આરતીનો સમય - 12.30 થી 1.00 સુધી
  • બપોરે દર્શનનો સમય - 1.00 થી 4.30 સુધી
  • સાંજે આરતીનો સમય - 7.00 થી 7.30 સુધી
  • સાંજે દર્શનનો સમય - 7.30 થી રાત્રીના 9.00  સુધી
Tags :