યાત્રાધામ અંબાજી અને ચોટીલા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો, જાણો ક્યારે થશે ઘટ સ્થાપન
Ambaji And Chotila Temple Timings : આવતીકાલે 22 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ચોટાલી મંદિર દ્વારા સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ એકમને સોમવાર તારીખ 22 સપ્ટેમ્બર 2025નારોજ માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
અંબાજી મંદિરમાં આરતી સવારે 07:30થી 08:00, દર્શન સવારે 08:00 થી 11:30 રાજભોગ 12 કલાકે, દર્શન બપોર 12:30થી 16:15, આરતી સાંજે 18:30થી 19:00, દર્શન સાંજે 19:00 થી 21:00 વાગ્યા સુધીનો સમય રહેશે. તેમજ નવરાત્રિમાં ઘટ સ્થાપન આસો સુદ-1 સોમવારને તા.22-09-2025 સમય સવારે 09:00થી 10:30 કલાકે, દુર્ગાષ્ટમી આસો સુદ-8 મંગળવારને તા. 30-09-2025, આરતી સવારે 6-00 કલાકે થશે.
ઉત્થાપન આસો સુદ-8 મંગળવારને તા.30-કલાકે, વિજયાદશમી આસો સુદ-10 ગુરૂવારને તા.02-10-2025 સાંજે 5:00 કલાકે, દુધ પૌઆનો ભોગ (પુનમ) તા.06-09-2025 સોમવારના રોજ રાત્રે 12:00 કલાકે, કપુર આરતી આસો સુદ-15(પુનમ) મંગળવાર તા.07-10-2025, આરતી સવારે 6-00 કલાકે રહેશે. તા.08-10-2025ના રોજથી આરતી-દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે.
નવરાત્રિ દરમિયાન આરતીના સમયમાં ફેરફાર
યાત્રાધામ ચોટીલા ચામુંડા ધામ ચોટીલા ખાતે ડુંગર ખાતે આવેલ ચામુંડા માતાજીના નીજ મંદિર ખાતે શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી નવ દિવસનો નવરાત્રી ઉત્સવ ઉજવાશે. પ્રથમ નોરતાની સવારે શુભ મૂહતનાં કળશ ઝવેરા ઘટ સ્થાપન કરાશે. તેમજ આઠમની સવારે શુભ મૂર્હૂતનાં હવન અષ્ટમી પણ યોજાશે. તેમજ ચાચર ચોકમાં ગરબાના તાલે ભાવિકો ગૂમી ઉઠશે.
નોરતા અને 30 સપ્ટેમ્બરને મંગળવારના આઠમા નોરતાની સવારની આરતીનો સમય 4:00 વાગ્યાના રહેશે. નવરાત્રીના બાકીના સાત દિવસ સવારની આરતીનો સમય 5:00 વાગ્યાનો રહેશે. વહેલી પરોઢનાં માતાજીનાં ડુંગર પગથીયાનાં દ્વાર આરતીના સમયથી 30 મિનિટ પહેલા માઈભક્તો માટે ખુલશે. તેમજ દરરોજ સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયે યોજાશે.