Get The App

ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થતા આજે પ્રક્ષાલન વિધિ, અંબાજી મંદિરની નદીઓના નીરથી સાફ-સફાઈ કરાઈ

Updated: Sep 20th, 2024

GS TEAM

Google News
Google News
Ambaji Temple


Ambaji Temple: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ભાદરવી પૂનમ મહામેળો પૂર્ણ થયા બાદ આજે (20મી સપ્ટેમ્બર) પ્રક્ષાલન વિધિ કરવામાં આવી હતી. જેને લઈને અંબાજી મંદિર બપોરે 1:30 વાગ્યાથી બંધ રાખવામાં આવ્યું હતું. પ્રક્ષાલન વિધિમાં મંદિર તથા માતાજીના સોના-ચાંદીના વાસણોની અમદાવાદના સોની પરિવાર દ્વારા ધોવામાં આવ્યા હતા.

કેવી રીતે કરવામાં આવે છે પ્રક્ષાલન વિધિ?

વર્ષો જૂની પરંપરા મુજબ અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમ બાદ મંદિરની સંપૂર્ણ સાફ-સફાઈ કરવામાં આવે છે. માતાજીની પૂજા અર્ચનામાં જે સોના ચાંદીના વાસણો વપરાય છે તે અમદાવાદના સોની પરિવાર દ્વારા તેની પણ સાફ-સફાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત વર્ષનું એક જ વાર માતાજીનો વિસા યંત્રની બહાર કાઢવામાં આવે છે અને લાખો લોકો આ આ યંત્રના દર્શન કરી ધન્ય બને છે.પ્રક્ષાલન વિધિમાં અંબાજી મંદિર પરિસરને નદીઓના નીરથી ધોવામાં આવે છે. માતાજીના શણગારના સોના-ચાંદીના દાગીનાઓને મંદિરના પવિત્રજળની ધોવામાં આવે છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની ઓળખ એવા તરણેતરના મેળામાં સંસ્કૃતિ ભૂલાઈ, ડાન્સરોના અશ્લીલ ડાન્સે લાજ લૂંટી


આરતી અને મંદિરના સમય ફેરફાર

આજે પ્રક્ષાલન વિધિના કારણે અંબાજી મંદિર બપોર બાદ બંધ રહેશે અને રાત્રિના સમયે માતાજીની આરતી કરવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસથી મંદિર રાબેતા મુજબ ચાલુ રહેશે. જેમાં આરતી સવારે 7:30 થી 8:00, દર્શન સવારે 8:00થી 11:30, રાજભોગ 12:00 કલાકે, દર્શન બપોરે 12:30થી 1:00 અને માતાજીની સાંજની આરતીનો સમય આશરે રાત્રે 9:00 કલાકે રાખવામાં આવ્યો છે.

ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થતા આજે પ્રક્ષાલન વિધિ, અંબાજી મંદિરની નદીઓના નીરથી સાફ-સફાઈ કરાઈ 2 - image


Tags :