Get The App

અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ, લાખો શ્રદ્ધાળુઓ માટે કંટ્રોલરૂમ અને હેલ્પ ડેસ્ક શરૂ કરાયા

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ, લાખો શ્રદ્ધાળુઓ માટે કંટ્રોલરૂમ અને હેલ્પ ડેસ્ક શરૂ કરાયા 1 - image


Ambaji Bhadarvi Poonam Fair 2025: લાખો શ્રદ્ધાળુઓના જય અંબેના નાદ સાથે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ ચૂક્યો છે. 'આસ્થા તમારી, વ્યવસ્થા અમારી'ના મંત્ર સાથે આ વર્ષે ભક્તો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગુજરાત અને દેશભરમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે.

ભક્તોની સુરક્ષા માટે કડક બંદોબસ્ત

મેળામાં આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી ધામમાં 500થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. હડાદથી અંબાજી તરફ જતા માર્ગ પર રાત્રિ દરમિયાન પદયાત્રીઓની સલામતી માટે પોલીસ દ્વારા રેડિયમ પટ્ટી લગાવવામાં આવી છે, જેથી વાહનચાલકો તેમને સરળતાથી જોઈ શકે.


પદયાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ

યાત્રાળુઓની સુવિધા માટે અંબાજી ખાતે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ પર હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે. જો કોઈ પદયાત્રીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તેઓ આ હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકે છે. 


અંબાજી ખાતે આવતા પદયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો નીચે મુજબના નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. યાત્રિકો 02749-262040, 262041, 262042, 262043,262044,202045,262046,262047,262048,262049,262050 પર સંપર્ક કરી શકે છે. 

મહામેળા દરમિયાન દર્શનનો સમય 

સવારે 6થી 6.30ના આરતી, સવારે 6થી 11.30ના દર્શન, સવારે 11.30થી 12.30ના દર્શન બંધ, બપોરે 12.30થી સાંજે 5 દર્શન, સાંજે 5થી રાતે 12 સુધી દર્શન. રાતે 12થી સવારે 6 વાગ્યે દર્શન બંધ રહેશે.

ઈ-મંદિર વોટ્સએપ ચેટબોટની સુવિધા

ભાદરવી પૂનમના મેળામાં ભક્તોને વધુ સુવિધા માટે ઈ-મંદિર વોટ્સએપ ચેટબોટ શરૂ કરાશે. જેમાં માઈભક્તોને ઘરેબેઠા પણ મંદિર વિશેની તમામ માહિતી ઈ-મંદિર વોટ્સએપ ચેટબોટ દ્વારા મેળવી શકશે. તેમજ શ્રદ્ધાળુઓ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર માતાજીના અખંડ જ્યોતના લાઈવ દર્શનકરી શકશે. 

એસ.ટી.નિગમ 5500 વધારાની બસો દોડાવાશે

અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા કુલ 5500 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 સુધી આ વિશેષ બસોનું સંચાલન થશે. આ બસો મુખ્યત્વે અંબાજીથી ગબ્બર, દાંતા, પાલનપુર, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા રૂટ્સ પર દોડશે, જેથી રાજ્યભરમાંથી આવતા યાત્રાળુઓ સરળતાથી અંબાજી પહોંચી શકે. 

50 કિમી સુધીનું કવરેજ, 7 જિલ્લાઓને આવરી લેવાયા

આ વીમાની સૌથી મોટી વિશેષતા એ છે કે શક્તિપીઠ અંબાજીના 50 કિલોમીટરના વિસ્તારમાં થતાં અકસ્માતોને આવરી લેવામાં આવ્યા છે. આ કવરેજમાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ નજીકના 7 જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેથી દૂર-દૂરથી આવતા ભક્તોને પણ સુરક્ષા પૂરી પાડી શકાય. 


Tags :