Gujarat

વડોદરા પાસે અલવા ગામની સરકારી પ્રાથમિક સ્કૂલની સેન્ચુરીઃપ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓના પગ પખાળી પૂજન કર્યું

By GS TEAM
2 Oct 20251 min read
વડોદરા પાસે અલવા ગામની સરકારી પ્રાથમિક સ્કૂલની સેન્ચુરીઃપ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓના પગ પખાળી પૂજન કર્યું

વડોદરાઃ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે આજે સબંધો વણસી રહ્યા હોવાના અને પોલીસ કેસ સુધીના કિસ્સા  બની રહ્યા છે ત્યારે વડોદરા નજીક નાનકડા અલવા ગામે આવેલી આઝાદી પહેલાંની સરકારી પ્રાથમિક સ્કૂલે ૧૦૦ વર્ષ પૂર્ણ કરતાં તેની ગ્રામજનો દ્વારા રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.

વાઘોડિયા તાલુકાના અલવા ગામે આવેલી વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત ધોરણ-૧ થી ૮ સુધીની સ્કૂલ તા. ૨૨-૯-૧૯૨૫માં શરૃ કરવામાં આવી હતી. સ્કૂલના પ્રિન્સિપાલ ધર્મિષ્ઠાબેન ગોહિલે કહ્યું હતું કે,આઝાદી પહેલાં ચાલુ થયેલી સ્કૂલ એક ઓરડામાં ચાલતી હોવાનું ગ્રામજનો પાસે જાણવા મળ્યું છે.

હવે આ સ્કૂલમાં કોમ્પ્યુટર લેબ,સાયન્સ લેબ,સોલાર,આરઓ,સેનિટાઇઝેશન,સ્માર્ટ ક્લાસ સહિતની તમામ સુવિધાઓથી સજ્જ છે.દરેક તાલુકામાં સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ બબ્બે સ્કૂલની પસંદગી કરવામાં આવે છે.જેમાં વાઘોડિયા તાલુકામાં આ સ્કૂલનો સમાવેશ થયો છે.

સ્કૂલને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં ગ્રામજનોની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આચાર્યાએ વિદ્યાર્થિનીઓના પગ પણ ધોઇ પૂજન કર્યું હતું.ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા મોબાઇલની આડઅસર,વાલીઓ સાથે બની રહેલી દૂરી..જેવા મેસેજ આપતા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.