GUJCTOCના ગુનાનો વોન્ટેડ બુટલેગર અલ્પુ સિન્ધિ હરિયાણાથી પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજેસીટોકના ગુનાના વોન્ટેડ આરોપી અલ્પુ સિન્ધિને પોલીસે હરિયાણાથી ઝડપી પાડ્યો છે.
વડોદરા પોલીસે દારૂના ધંધા ઉપર કાબુ મેળવવા માટે લિસ્ટેડ બુટલેગર અલ્પુ સિન્ધિ સહિત આઠ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાંથી પાંચની ધરપકડ કરવામાં આવી હતી.
આ ગુનામાં મુખ્ય સૂત્રધાર અલ્પુ છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા રાજ્યમાં ફરતો હોવાથી પોલીસ તેને શોધી રહી હતી. 52 જેટલા ગુનામાં સંડોવાયેલો અલ્પુ એસએમસીની રેડમાં પકડાયેલા 20 લાખના દારૂ તેમજ ફતેગંજ બ્રિજ પર હત્યાનો પ્રયાસના ગુનામાં પણ વોન્ટેડ હતો.
હરિયાણાના ગુડગાંવ ખાતે એક પીજીમાં અલ્પુ આશ્રય લઈ રહ્યો હોવાથી વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો.








