Get The App

અલ્પુ સિન્ધી અને જુબેર મેમણે ગારમેન્ટના બિઝનેસમાં રોકાણ કર્યુ હોવાની શંકા

હોસ્પિટલમાં સારવાર બાદ રજા અપાતા આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવતી પોલીસ

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News

 અલ્પુ સિન્ધી અને જુબેર મેમણે ગારમેન્ટના બિઝનેસમાં રોકાણ  કર્યુ હોવાની શંકા 1 - imageવડોદરા,શહેરમાં દારૃની હેરાફેરી કરતી ટોળકીના ૮ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સામેલ અને સારવાર હેઠળના આરોપીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે. 

ગુજસીટોકના  ગુનામાં પોલીસે અગાઉ એક આરોપી પપ્પુ ડાવર તથા રવિ બિમનદાસ દેવજાનીની  ધરપકડ કરી રિમાન્ડ લીધા હતા. એ.સી.પી.જી.ડી. પલસાણાએ આ ગુનામાં સામેલ અને હોસ્પિટલમાં સારવાર  હેઠળના આરોપી  યશ મહેશભાઇ ચાવલા (રહે. સિન્ધુ પાર્ક સોસાયટી, વારસિયા) ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી. સરકાર તરફે વકીલ  રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, આરોપી સામે વારસિયા, ડીસીબી,સયાજીગંજ, સિટિ, નંદેસરી, માંજલપુર, મકરપુરા, સમા, વડોદરા તાલુકા અને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કુલ ૨૩ ગુનાઓ છેલ્લા ૧૦ વર્ષમાં નોંધાયા છે. જેમાં મારામારી, પ્રોહિબીશન, છેતરપિંડીના ગુનાઓ છે. ટોળકીમાં કયા આરોપીએ શું કરવું અને ગુનાને અંજામ આપવાની સૂચના આપનારની તપાસ કરવાની છે. આરોપીના સંબંધીઓ અને મિત્રો પંજાબ અને  હરિયાણાના અલગ - અલગ ગામોમાં રહે છે. તેની માહિતી મેળવવાની છે. આરોપી ગુડગાંવ, રાયપુર અને બરેલીમાં અલ્પુ સિન્ધી તેમજ જુબેર મેમણ સાથે કપડાની દુકાને જતો હતો. તે અંગે તપાસ કરવાની છે.

આરોપી  દારૃનો સપ્લાય રામુ, ગલો, મંગો, મુન્નો, વિપુલ તોતડો અને હસુ  પહેલવાનને દારૃ આપ્યો હોવાનું જણાવતો હોઇ તેઓની તપાસ કરવાની છે. જેની માટે આરોપીની હાજરીની આવશ્યકતા છે. આરોપીએ ઘરે ગાલદાના કવરમાં મોબાઇલ ફોન સંતાડયા છે. તે કબજે લેવાના બાકી છે. કોર્ટે આરોપીની આગામી ૩ જી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Tags :