Gujarat

છાણી જકાત નાકાની હોટલમાં એક વર્ષથી આલ્ફા માઇન્ડ હીલિંગ સેન્ટર ચાલતું હતું

By GS TEAM
10 Nov 20251 min read
છાણી જકાત નાકાની  હોટલમાં એક વર્ષથી આલ્ફા માઇન્ડ હીલિંગ સેન્ટર ચાલતું હતું

વડોદરા,છાણી જકાતનાકા વિસ્તારમાં  હોટલમાં રૃમ ભાડે લઇ છેલ્લા એક વર્ષથી આરોપી આલ્ફા માઇન્ડ હીલિંગ સેન્ટર ચલાવતો હતો. દુષ્કર્મની ઘટના આલ્ફા હીલિંગ સેન્ટરમાં નહીં પણ આલ્ફા માઇન્ડ હીલિંગ સેન્ટરમાં બની છે.

મહારાષ્ટ્રની ૧૪ વર્ષની વિદ્યાર્થિની ધો. ૯ માં અભ્યાસ કરે છે. બીમારીની પર આલ્ફા માઇન્ડ હીલિંગ સેન્ટરમાં સારવાર  દરમિયાન દુષ્કર્મ થતા તેણે અગાશી  પરથી ભૂસકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

 તેણે એવો આક્ષેપ કર્યો હતો કે,આલ્ફા માઇન્ડ હીલિંગ સેન્ટરના સંચાલક ડો.રૃપેશ વિઠ્ઠલભાઇ પટેલે, ઉં.વ.૫૧ (રહે. કળશ રેસિડેન્સી, પૂનમ નગર ચાર રસ્તા, સમા) દુષ્કર્મ આચર્યુ હતું. જે અંગે ફતેગંજ પોલીસે ગુનો દાખલ કરી ડો.રૃપેશ પટેલની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે. 

પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે,  છેલ્લા એક વર્ષથી તે અયાંશ હોટલમાં આલ્ફા માઇન્ડ હીલિંગના નામે  સેન્ટર ચલાવતો હતો. રૃપેશ  પટેલ પોતાના નામની આગળ ડોક્ટર લખાવતો હતો. 

તે અંગે  પણ પોલીસે તેની ડિગ્રીની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય  છે કે, આરોપી રૃપેશ પટેલની સંસ્થાનું નામ આલ્ફા માઇન્ડ હીલિંગ સેન્ટર છે. આલ્ફા હીલિંગ સેન્ટર નથી. સેન્ટરના નામમાં શરતચૂકથી થયેલી   ભૂલ સુધારવા અંગે પોલીસ દ્વારા કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે. 

આલ્ફા હીલિંગ સેન્ટરના સંચાલકોએ જણાવ્યું છે કે ઉલ્લેખિત ઘટના અમારા જાંબુઘોડાના સેન્ટરમાં નથી બની.  અમારૃ સેન્ટર  ISO પ્રમાણિત છે.