Gujarat

વડોદરા શહેરમાં પીએમ તથા રાજીવ આવાસ યોજનાના આવાસોની ડ્રો દ્વારા ફાળવણી

By GS TEAM
10 Dec 20251 min read
TukuTouch Logo
આવતીકાલે પંડિત દિનદયાળ નગરગૃહ ખાતે આવાસ યોજનાઓનો કમ્પ્યૂટરાઈઝ્ડ ડ્રો યોજાશે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરમાં પીએમ તથા રાજીવ આવાસ યોજનાના આવાસોની ડ્રો દ્વારા ફાળવણી

Vadodara Awas Housing : વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી તથા રાજીવ આવાસ યોજના હેઠળના નવા બનેલા તથા ફાળવણી ન થઈ હોય તેવા આવાસોની અરજદારોને આવતીકાલે ડ્રો દ્વારા ફાળવણી કરાશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ સ્કીમો ભાયલી ટી.પી.-4 એફ.પી.-134, સેવાસી ટી.પી.-1 એફ.પી.-71, ભાયલી ટી.પી.- 1 એફ.પી.- 116, ભાયલી ટી.પી.- 4 એફ.પી.-93, બિલ ટી.પી.- 1 એફ.પી.-35 અને અટલાદરા-કલાલી રે. સ.-585-586 તેમજ રાજીવ આવાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ સ્કીમો સયાજીપુરા ટી.પી.-2 એફ.પી.-45, તાંદળજા ટી.પી.-24 એફ.પી.-52, કલ્યાણ નગર ખાતે નવા બનાવવામાં આવેલ/ખાલી હોય તેવા ઇડબલ્યુએસ પ્રકારના આવા સોની ફાળવણી કરવા માટેનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો નો કાર્યક્રમ આવતીકાલે તા.11 ડિસેમ્બર ગુરુવારે સવારે 10 કલાકે આજવા રોડ પર આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે યોજાશે.