ગુજરાતના કેબિનેટ અને રાજયકક્ષાના મંત્રીઓને PA અને PSની ફાળવણી કરાઈ
અગાઉ મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને સલાહકારની નિમણૂંક કરાઈ હતી
ગાંધીનગર, 2 જાન્યુઆરી 2023, સોમવાર
ગુજરાતમાં નવી સરકાર રચાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર અને સલાહકાર એમ બે નવી જગ્યાઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊભી કરીને બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની આ જગ્યાએ નિમણૂંક કરી છે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની તો સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિયુક્તિ કરવામાં આવી છે. બીજી તરફ CM ભૂપેન્દ્ર પટેલના અગ્ર સચિવ તરીકે ફરી કે.કૈલાસનાથનને એક વર્ષનું એક્સટેન્શન અપાયું છે. જ્યારે હવે કેબિનેટ મંત્રીઓને પીએ અને પીએસ સહિતના અધિકારીઓની ફાળવણી કરવામાં આવી છે. તે ઉપરાંત રાજ્ય કક્ષાના મંત્રીઓને પણ અંગત સચિવોની નિમણૂં કરી દેવાઈ છે.
કેબિનેટ કક્ષાના મંત્રીઓને ફાળવાયેલા અધિકારીઓ
કે. કૈલાસનાથનને એક વર્ષનું એક્સટેન્શન
કે.કૈલાસનાથન ઓગસ્ટ 2006થી એપ્રિલ 2013 સુધી તત્કાલિક CM મોદીના અગ્ર સચિવ તરીકે રહ્યા હતાં. 31 મે 2013ના રોજ 33 વર્ષની ફરજ બાદ સેવાનિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ જૂન 2013થી મે 2014 સુધી મોદીએ પોતાના કાર્યાલયમાં વિશેષ દરજ્જો ઊભો કરી તેમને પોતાના મુખ્ય અગ્ર સચિવ તરીકે મૂક્યા હતાં. ત્યાર બાદ આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારમાં પણ તેઓ અગ્ર સચિવ તરીકે રહ્યાં હતાં. તેઓ હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ મુખ્ય અગ્ર સચિવ તરીકે નિમાયા છે અને તેમને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે.
રાજ્યકક્ષાના મંત્રીઓને ફાળવાયેલા અધિકારીઓ
ડો. હસમુખ અઢિયા મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર
મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે. ડૉ. હસમુખ અઢિયા ભારતીય વહીવટી સેવાના અધિકારી છે, તેઓ કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે સેવા આપી 30 નવેમ્બર, 2018ના રોજ નિવૃત્ત થયા છે. તેઓ હાલમાં બેંક ઓફ બરોડાના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પણ છે. નાણા અને મહેસૂલ સચિવ તરીકે, તેમને ભારતમાં GSTના સફળ અમલીકરણનો શ્રેય આપવામાં આવ્યો હતો.
CMના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિયુક્તિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિયુક્તિ કરવામાં આવી છે.સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઇજનેરી સેવાના અધિકારી છે, તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. વર્ષ ૨૦૧૮માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મ” થી રાઠૌરને સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર તરીકે પાંચ વર્ષ સેવા આપી છે.