Get The App

તારાપુર પાલિકામાં 6 વોર્ડની રચના સાથે 24 બેઠકોની ફાળવણી જાહેર

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
તારાપુર પાલિકામાં 6 વોર્ડની રચના સાથે 24 બેઠકોની ફાળવણી જાહેર 1 - image

- ચૂંટણી આયોગ દ્વારા વોર્ડની રચના, સીમાંકન, બેઠકની ફાળવણી 

- કુલ 24 બેઠકોમાંથી 16 બેઠકો અનામત, જેમાં 12 સ્ત્રીઓ માટે : 8 સામાન્ય બેઠકો 

આણંદ, તારાપુર : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે તારાપુર નગરપાલિકાની વોર્ડની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી કરવામાં આવી છે. તારાપુર પાલિકાના જુદા જુદા ૬ વોર્ડમાં પછાત વર્ગની અંદાજિત વસ્તી તથા તેની ટકાવારી મુજબ વોર્ડને ઉતરતા ક્રમમાં ગોઠવી અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ તથા પછાત વર્ગ માટે વોર્ડના ખાસ ક્રમાંક નક્કી કરવામાં આવ્યા છે.

તારાપુર નગરપાલિકાની વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તી ૧૭,૯૯૪ છે. જેમાં કુલ વોર્ડની સંખ્યા ૦૬ છે. વોર્ડ દીઠ સરેરાશ વસ્તી ૨,૯૯૯ છે. જેમાં બેઠકોની સંખ્યા ૨૪ છે. સ્ત્રી બેઠકોની સંખ્યા કુલ ૧૨ છે. જે પૈકી અનામત બેઠકો જોઈએ તો, અનુસૂચિત જાતિ ૧, અનુસૂચિત આદિજાતિ ૦ અને પછાતવર્ગ માટે ૦૬ છે. કુલ ૧૬ અનામત બેઠકો છે, જેમાં ૦૮ સામાન્ય બેઠકો છે. 

વોર્ડ નંબર મુજબ વસતી જોઈએ તો, વોર્ડ નંબર ૧માં ૨૮૦૯, વોર્ડ નંબર ૨માં ૩૦૬૭, વોર્ડ નંબર ૩માં ૩૨૯૩, વોર્ડ નંબર ૪માં ૨૫૧૩, વોર્ડ નંબર ૫માં ૩૧૧૮, વોર્ડ નંબર ૬માં ૩૧૯૪ એમ કુલ ૧૭ ,૯૯૪ જેટલી વસ્તીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વિગત, સંખ્યા / આંકડો

કુલ વસ્તી (૨૦૧૧ મુજબ) - ૧૭,૯૯૪

કુલ વોર્ડની સંખ્યા - ૦૬

વોર્ડ દીઠ સરેરાશ વસ્તી - ૨,૯૯૯ 

કુલ બેઠકોની સંખ્યા - ૨૪

કુલ અનામત બેઠકો - ૧૬

સ્ત્રી અનામત બેઠકો (૫૦%) - ૧૨

સામાન્ય બેઠકો - ૦૮

અનામત બેઠકોનું વિભાજન

અનુસૂચિત જાતિ (એસસી) : ૦૧ બેઠક

અનુસૂચિત આદિજાતિ (એસટી) : ૦૦ બેઠક

પછાત વર્ગ (ઓબીસી) :  ૦૬ બેઠકો