Get The App

ભાજપના આગેવાનોના ઇશારે રહિશો સામે પોલીસે ફરિયાદ નોંધાવ્યાનો આક્ષેપ

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
ભાજપના આગેવાનોના ઇશારે રહિશો સામે પોલીસે ફરિયાદ નોંધાવ્યાનો આક્ષેપ 1 - image


નિષ્પક્ષ તપાસ કરી ફરિયાદ રદ્દ કરવાની માંગ

મુળચંદ રોડ પરના રહિશો અને સામાજીક આગેવાનોએ પ્રાથમિક સુવિધા મામલે સોમવારે ચક્કાજામ કર્યો હતા

સુરેન્દ્રનગર - વઢવાણ મુળચંદ રોડ પર આવેલ કેસરીયા બાલમ પાછળના રહેણાંક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનીક રહીશો અને મહિલાઓએ થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર ચક્કાજામ કર્યો હતો જે મામલે પોલીસે સામાજીક કાર્યકર સહિત ચક્કાજામ કરનાર મહિલાઓ સહિતનાઓ સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધી હતી જે મામલે જનસ્વરાજ ગૃપના હોદ્દેદારો સહિત યુવાનો દ્વારા જીલ્લા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર મનપા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં વઢવાણ મુળચંદ રોડ પર આવેલા કેસરીયા બાલમ પાછળના વિસ્તારમાં રહેતા પરિવારોને રોડ, રસ્તા, ગટર, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ જતાં ગત તા.૩૦ જુનના રોજ સ્થાનિક રહિશો અને મહિલાઓએ સુરેન્દ્રનગર અને વઢવાણ રોડ પર પ્રાથમિક સુવિધાઓ મુદ્દે ચક્કાજામ કર્યો હતો. જે દરમિયાન સામાજીક કાર્યકર કમલેશ કોટેચા પણ સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનીકો તેમજ પોલીસને ઘર્ષણ ન થાય તે માટે મનપાના કોઈ જવાબદાર અધિકારીને સ્થળ પર બોલાવી સ્થાનીકોની સમસ્યાના સમાધાન માટે બાહેંધરી અપાવવાનું જણાવતા થોડી મીનીટો બાદ મામલો થાળે પડી ગયો હતો અને મનપાના અધિકારી રૃબરૃ આવતા ચક્કાજામ કરેલ લોકોએ સંતોષ માની લીધો હતો. 

પરંતુ ત્યાર બાદ ભાજપના રાજકીય આગેવાનોના ઈસારે કમલેશ કોટેચા સહિત ચક્કાજામ કરી રહેલી મહિલાઓ અને પુરૃષો સામે સાંજના સમયે બી-ડિવીઝન પોલીસ મથકે જાહેરનામાના ઉલંધ્ધન બદલ ફરિયાદ નોંધી હતી. જે મામલે જન સ્વરાજ ગૃપ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને અગાઉ પણ છેલ્લા ૧૨ મહિનામા પ્રાથમિક સુવિધાઓ મુદ્દે કરેલ ચક્કાજામ મામલે એકપણ ફરિયાદ નોંધવામાં આવી નથી ત્યારે વઢવાણ રોડ પર ચક્કાજામ મામલે માત્ર રાજકીય ઈશારે અને કિન્નાખોરી રાખી સમાજીક કાર્યકરને દબાવવા અને ધમકાવાના હેતુથી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો રજુઆત કરનાર લોકોએ આક્ષેપ કર્યો હતો અને નિષ્પક્ષ તપાસ કરી ફરિયાદ રદ્દ કરવાની માંગ કરી હતી.


Tags :