Gujarat

વડોદરામાં અટલાદરા તળાવ પાસેના રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

By GS TEAM
13 Nov 20251 min read
TukuTouch Logo
રસ્તો સાફ કર્યા વગર જ ડામર પાથરી દેતા પોપડા ઉખડી રહ્યા છે

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં અટલાદરા તળાવ પાસેના રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

Vadodara : વડોદરા મ્યુ. કોર્પોરેશનના વોર્ડ નં. 12 હેઠળ આવતા અટલાદરા વિસ્તારમાં આવેલ અટલાદરા તળાવ પાસે કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા રસ્તામાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે. 

તાજેતરમાં બનાવવામાં આવેલ આ રસ્તો નબળી ગુણવત્તાનો હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકરનું કહેવું હતું કે, રસ્તો યોગ્ય રીતે ન બન્યો હોવાની ફરિયાદો મળ્યા બાદ તેઓ સ્થળ પર ચકાસણી માટે જવાના હતા. પરંતુ, તેમની ચકાસણીની જાણ થતાં જ સંબંધિત કોન્ટ્રાક્ટર/અધિકારીઓ દ્વારા તાકીદે પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, તેમાં પણ વેઠ ઉતારતા રસ્તો સાફ કર્યા વગર માટી પર ડામર પાથરી દેવામાં આવ્યો હતો. જેના કારણે રસ્તાની મજબૂતાઈ પર સવાલો ઊભા થયા છે. જાહેર નાણાંથી થતા વિકાસ કાર્યોમાં ગુણવત્તા ન જળવાતા નાણાનો વેડફાટ થાય છે. નવા બનેલા રસ્તામાંથી ડામરના પોપડા હાથથી ઉખડી રહ્યા છે. આવી બેદરકારી દાખવનાર જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ.