મુળીના સરામાં પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

નજીકના
સમયમાં બ્લોક ઉખડી જવાની સંભાવના
૧૫મા
નાણાપંચની ગ્રાન્ટમાંથી લાખો રૃપિયાના ખર્ચે થતા કામની તપાસની માંગ
સુરેન્દ્રનગર -
મુળી તાલુકાના સરા ગામે ૧૫માં નાણા.પંચમાંથી પેવર બ્લોક
નાખવાની કામગીરી હાલ શરૃ કરવામાં આવી છે પરંતુ આ કામગીરી સરકારી ધારાધોરણ મુજબ
નહીં થતી હોવાની ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે અને આ અંગે ઉચ્ચ કક્ષાએ થી તપાસ
હાથ ધરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.
મુળી
તાલુકાના સરા ગામે મોરબી દરવાજાથી લઈને એસબીઆઈ બેંક સુધી પેવર બ્લોક નાખવાની
કામગીરી શરૃ છે. ત્યારે હાલ હલકી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવી રહી હોવાની
ફરિયાદો ઉઠી છે. ત્યારે આવનારા દિવસોમાં પેવર બ્લોક ઉખડી જવાની સંભાવના રહેલી છે.
આગાઉ સ્થાનિક ગ્રામજનોની રજૂઆત બાદ આ રોડ પર પેવર બ્લોક નાખવાનું કામ હાલ લાખો
રૃપિયાના ખર્ચે શરૃ કરવામાં આવ્યું છે. ત્યારે સ્થાનિકો સહિત રાહદારીઓ મુશ્કેલી
ભોગવે તે પહેલા કામગીરી અંગે ઉચ્ચકક્ષાએ તપાસ કરી દોષિતો સામે કાર્યવાહી કરવા
માંગણી ઉઠી છે.

