Get The App

ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડ? AMCની જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો આક્ષેપ

Updated: Nov 24th, 2024

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડ? AMCની જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો આક્ષેપ 1 - image


AMC Junior Clerk Exam: ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થયો છે. અમદાવાદના સરખેજ કુવૈસ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં AMC જુનિયર કલાર્ક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો ઉમેદવારોએ દાવો કર્યો છે. પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારોએ હંગામો મચાવ્યો હતો.

AMC જુનિયર કલાર્કનું પેપર ફૂટ્યું હોવાનો ઉમેદવારોએ દાવો કર્યો છે. જેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજાએ સોશિયલ મીડિયા પર પ્લેટફોમ 'X' પર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું કે, 'આજે AMC જુનિયર કલાર્ક પરીક્ષાનું પેપર હતું. પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારોએ દ્વારા હંગામો હતો. જ્યારે પેપરનો સમય 12:30નો હતો, તેમ છતા પરીક્ષા શરૂ થઈ નહતી.'

ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડ? AMCની જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો આક્ષેપ 2 - image


Tags :