Get The App

પરિણીતાનું મોત થતા પિયરપક્ષ દ્વારા સાસરીવાળા સામે આક્ષેપallegation on death of lady

એક મહિના અગાઉ ઘરની ગેલેરીમાં પડી જતા ઇજા થઇ હોવાનું હોસ્પિટલમાં જણાવ્યું હતું

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
પરિણીતાનું મોત થતા પિયરપક્ષ દ્વારા સાસરીવાળા સામે આક્ષેપallegation on death of lady 1 - image

વડોદરા,એક મહિના અગાઉ ઇજાગ્રસ્ત થયેલી  પરિણીતાનું સારવાર  દરમિયાન મોત થતા પિયર પક્ષ તરફથી સાસરીવાળા સામે આક્ષેપ કરવામાં આવતા  પોલીસે તપાસ શરૃ કરી છે.

માંજલપુર સંજય પાર્ક સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષના ધરતીકાબેન નિશાંતભાઇ સાળુંકે ગત ૧૬ મી જાન્યુઆરીએ ઘરે પહેલા માળે ગેલેરીમાં કુંડાઓમાં પાણી છાંટતા હતા. તે દરમિયાન તેઓને પગ  લપસતા તેઓ પડયા હતા. નજીકમાં જ પડેલું પતરૃં તેમના  પેટમાં ઘુસી જતા ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે પરિવારજનો નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. ડોક્ટરે  ટાંકા લઇને તેઓને રજા આપી હતી. ત્રણ દિવસ પછી તેઓને ફરીથી દુખાવો થતા  અન્ય હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં સોનોગ્રાફી કરાવ્યા પછી ડોક્ટરે ઓપરેશન કર્યું હતું. ત્યારબાદ તેઓ વેન્ટિલેટર પર જ હતા. ગઇકાલે તેઓનું મોત થતા માંજલપુર પોલીસે કાર્યવાાહી હાથ ધરી છે.