Get The App

સિવિલમાં દવા આપવાના મુદ્દે ફાર્માસીસ્ટે સફાઇ કામદારને માર્યે હોવાના આરોપ

Updated: Nov 11th, 2021

GS TEAM


Google News
Google News
સિવિલમાં દવા આપવાના મુદ્દે ફાર્માસીસ્ટે સફાઇ કામદારને માર્યે હોવાના આરોપ 1 - image


- પિતા બિમાર પડતા પુત્ર સિવિલ લાવ્યો હતો : ડોકટરે લખેલી દવા લેવા જતા બારી પર બબાલ થઇ હતી

         સુરત :

નવી સિવિલ હોસ્પિટલમાં દવા બારી પાસે દવા આપવાના મુદે ફાર્માસીસ્ટ અને સફાઇકામદારની રકઝક થયા બાદ બે-ચાર ફાર્માસીસ્ટોએ સફાઇકામદારને માર માર્યો હોવાના આરોપ તેમના સંબંધીએ કર્યા હતા.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરાના ચીકુવાડી ખાતે રહેતા ૫૧ વર્ષીય સુદર્શનભાઇ પાટીલ અને તેમનો ૨૪ વર્ષીય પુત્ર પ્રદિપ નવી સિવિલમાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવે છે. ચાર પાંચ દિવસ પહેલા સુદર્શનભાઇને શરીરમાં કમજોરી જેવુ લાગતા તેમનો પુત્ર સારવાર માટે સિવિલમાં લાવ્યો હતો. ત્યાં ડોકટરે તેમનું ચેકઅપ કરીને દવા લખી આપી હતી. તેથી પુત્ર સિવિલની દવાબારી પર દવા લેવા ગયો હતો. ત્યારે ત્યાં દવા આપવાના મુદે એક ફાર્માસીસ્ટ અને  પ્રદિપ વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં ત્યાં હોબાળો થતા મામલો સિવિલની પોલીસ ચોકી સુધી પહોચ્યો હતો. જો કે પછીથી સમાધાન થતા મામલો થાળે પડયો હતો. પ્રદિપના સંબંધીએ  કહ્યુ કે પ્રદિપ પિતાની દવા લેવા સિવિલની દવા બારી પર ગયો હતો. ત્યારે ફાર્માસીસ્ટે  ઉશ્કેરાઇ જઇને ઉદ્ધત વર્તન કર્યુ હતુ. જેથી પ્રદિપે પણ ફાર્માસીસ્ટ સાથે બોલાચાલી કરી હતી. બાદમાં તેઓ વચ્ચે ઝધડો થયો હતો. તેથી બે  થી ચાર જેટલા ફાર્માસીસ્ટ એકત્ર થઇને તેને માર માર્યો હતો.

Tags :