સુરેન્દ્રનગર જીલ્લામાં સાર્વત્રીક મેઘ મહેર યથાવત
- બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ નોંધાયો
- લખતર તાલુકામાં ચાર કલાકમાં સૌથી વધુ 3.5 ઈંચ, સાયલા તાલુકામાં 3 ઈંચ અને વઢવાણ 2.5 ઈંચ, થાન 1.5 ઈંચ વરસાદ નોંધાયો
સુરેન્દ્રનગર : હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જીલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા સાથે ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે શુક્રવારે બપોર બાદ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સતત બીજે દિવસે શુક્રવારે બપોર બાદ ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ આસપાસના અનેક ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો. જ્યારે જીલ્લાના લખતર, મુળી, ચોટીલા, થાન, ધ્રાંગધ્રા, દસાડા, ચુડા, લીંબડી સહિતના તાલુકાઓમાં પણ ઝરમરથી લઈ અતિભારે વરસાદ નોંધાયો હતો. જીલ્લામાં બીજે દિવસે પણ સાર્વત્રિક મેઘમહેર યજાવત જોવા મળતા એકંદરે લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી જ્યારે ખેડુતોમાં પણ સારા વરસાદને પગલે આનંદની લાગણી જોવા મળી હતી.
સુરેન્દ્રનગર જીલ્લામાં બપોરના 4-00 વાગ્યાથી સાંજના 6-00 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ (મીમી)માં.
તાલુકો |
૨
થી ૪ |
૪
થી ૬ |
કુલ
(૬ વાગ્યા સુધીનો) |
લખતર |
૬૨ |
૨૫ |
૮૭ |
સાયલા |
૧૪ |
૫૭ |
૭૧ |
વઢવાણ |
૨૨ |
૪૨ |
૬૪ |
થાન |
૦૦ |
૪૨ |
૪૨ |
લીંબડી |
૧૮ |
૦૦ |
૧૮ |
ચુડા |
૦૮ |
૦૦ |
૦૮ |
ધ્રાંગધ્રા |
૦૦ |
૦૭ |
૦૭ |
મુળી |
૦૦ |
૦૪ |
૦૪ |
દસાડા |
૦૦ |
૦૦ |
૦૦ |
ચોટીલા |
૦૦ |
૦૦ |
૦૦ |