PM મોદીના કાર્યક્રમ માટે ભીડ ભેગી કરવા દાહોદ જિલ્લાના તમામ ટોલનાકા 26મીએ ટોલ ફ્રી
Toll Plaza Free on 26 May: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી મે એ દાહોદની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે તમામ ટોલનાકા પર વાહનોને ટોલ ફ્રી કરવાનો પરિપત્ર કલેક્ટર દ્વારા જારી કરાયો છે.
વડાપ્રધાનની જાહેરસભા દાહોદના ખરોડ (ડોકી) મુકામે યોજાશે. વહીવટી તંત્રએ જનમેદનીની બેઠક વ્યવસ્થા માટે 12 સેક્ટર રાખ્યા છે. સેક્ટર સી અને ડીમાં દાહોદ તાલુકાના લોકો માટે બેઠક રાખી છે. સેક્ટર ઈ અને એફ માં ઝાલોદ તાલુકા અને સિંગવડના લોકો બેસશે. સેક્ટર જીમાં લીમખેડા અને સેક્ટર એચમાં ગરબાડા તાલુકાની જાણતા માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
સેક્ટર આઈ માં સંજેલી અને ધાનપુર તાલુકાના લોકો માટે,સેક્ટર જે માં ફતેપુરા અને મહીસાગરના લોકો માટે, સેક્ટર કે માં દેવગઢ બારીઆ, મહીસાગર અને પંચમહાલના લોકો માટે અને સેક્ટર એલમાં છોટાઉદેપુર અને પંચમહાલની જનતા માટે બેઠક વ્યવસ્થા રાખી છે.