Get The App

19 જિલ્લામાં આવતીકાલે 89 બેઠકો પર મતદાન, જાણો કોણ-કોની સામે ટકરાશે

આવતીકાલે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં 19 જિલ્લામાં કુલ 788 ઉમેદવારો મેદાનમાં

ચૂંટણી પંચ દ્વારા મતદારો અંગેની માહિતી, ફરિયાદ વ્હિલ ચેર સહિતની ડિજિટલ સુવિધા ઉભી કરાઈ

Updated: Nov 30th, 2022

GS TEAM

Google News
Google News

ગુજરાત વિધાનસભી ચૂંટણીના અવસર વચ્ચે ગઈકાલે પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, તો આવતીકાલે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી તેમના લોક લાડીલા ઉમેદવારને મત આપશે. પ્રથમ તબક્કા હેઠળ પહેલી ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકોનો સમાવેશ થાય છે. તો બીજા તબક્કામાં 93 બેઠકો પર ચૂંટણીનો સંગ્રામ જોવા મળશે. અહીં તમને જાણવા મળશે કે, કઈ બેઠક પર કયા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ? ભાજપના ઉમેદવાર કયા, કોંગ્રેસના ઉમેદવાર કોણ અને આમ આદમી પાર્ટીએ કયા ઉમેદવારને ઉભા રાખ્યા છે ? તમારા મતવિસ્તારમાં મતદાન પહેલી ડિસેમ્બરે છે કે પાંચમી ડિસેમ્બરે ? આ તમામ બાબતો અંગે જાણીએ સંપૂર્ણ વિગત...

પ્રથમ તબક્કામાં આ બેઠકો પર મતદાન યોજાશે

અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર, કુતિયાણા, માણાવદર, જુનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળ, સોમનાથ, તલાલા, કોડીનાર, ઉના, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ, નાંદોદ, દેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝગડિયા, ભરૂચ, અંકલેશ્વર, ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી, મહુવા, વ્યારા, નિઝર, ડાંગ, જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ

1 ડિસેમ્બરે કયા જિલ્લાઓમાં ચૂંટણી યોજાશે?

પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લામાં મતદાન થશે. એટલે કે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ જશે.

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં યોજાનાર 89 બેઠકો માટે કુલ બે કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ કુલ મતદારોમાં 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો, 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો સામેલ છે. સર્વિસ વોટરોની સંખ્યાની વાત કરીએ તો કુલ 27 હજાર 877 સર્વિસ વોટરનો સમાવેશ છે. સર્વિસ વોટર હેઠળ પ્રથમ તબક્કામાં 9 હજાર 371 પુરૂષ અને 235 મહિલા મતદારો મળી 9 હજાર 606 સર્વિસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કામાં 3 હજાર 331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો આવેલા છે.

1 ડિસેમ્બરે 788 ઉમદવારો માટે મતદાન યોજાશે

ગુજરાત ચૂંટણીની પહેલી ડિસેમ્બરે યોજાનાર બે તબક્કાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 718 પુરૂષ અને 70 મહિલા મળી કુલ 788 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઝંપ લાવ્યું છે.

જિલ્લાબેઠકનું નામભાજપકોંગ્રેસઆપ
કચ્છઅબડાસાપ્રદ્યુમન સિંહ જાડેજામામદ જત
--કચ્છમાંડવી (કચ્છ)અનિરુદ્ધ દવેરાજેન્દ્રસિંહ જાડેજાકૈલાશ ગઢવી
કચ્છભુજકેશવ પટેલ (કેશુભાઈ)અરજણ ભૂડીયારાજેશ પિંડોરિયા
કચ્છઅંજારત્રિકમ છાંગારમેશ એસ. ડાંગરઅરજણ રબારી
કચ્છગાંધીધામ (SC)માલતી માહેશ્વરીભરત વી. સોલંકીબી.ટી.મહેશ્વરી
કચ્છરાપરવિરેન્દ્ર જાડેજાબચુભાઈ અરેથીયાઅંબાભાઈ પટેલ
બનાસકાંઠાવાવસ્વરૂપજી ઠાકોરગેનીબેન ઠાકોરડૉ.ભીમ પટેલ
બનાસકાંઠાથરાદશંકર ચૌધરીગુલાબસિંહ રાજપૂત
વિરચંદભાઈ ચાવડા
બનાસકાંઠાધાનેરાભગવાનજી ચૌધરીનાથાભાઈ પટેલસુરેશ દેવડા
બનાસકાંઠાદાંતા (ST)લઘુભાઈ પારઘીકાંતિભાઈ ખરાડીએમ.કે. બોંબડીયા
બનાસકાંઠાવડગામ (SC)મણિભાઈ વાઘેલાજિગ્નેશ મેવાણીદલપત ભાટિયા
બનાસકાંઠાપાલનપુરઅનિકેત ઠાકરમહેશ પટેલરમેશ નાભાણી
બનાસકાંઠાડીસાપ્રવિણ માળીસંજય ગોવાભાઈ રબારીડો. રમેશ પટેલ
બનાસકાંઠાદિયોદરકેશાજી ચૌહાણશિવાભાઈ ભૂરિયાભેમાભાઈ ચૌધરી
બનાસકાંઠાકાંકરેજકિર્તી વાઘેલાઅમૃતભાઈ ઠાકોરમુકેશ ઠક્કર
પાટણરાધનપુરલવિંગજી ઠાકોરરઘુભાઈ દેસાઈલાલજી ઠાકોર
પાટણચાણસ્માદિલીપ ઠાકોરદિનેશભાઈ ઠાકોરવિષ્ણુ પટેલ
પાટણપાટણડો. રાજુલ દેસાઈડો.કિરિટકુમાર પટેલલાલેશ ઠક્કર
પાટણસિદ્ધપુરબળવંતસિંહ રાજપૂતચંદનજી ઠાકોરમહેન્દ્ર રાજપુત
મહેસાણાખેરાલુસરદારસિંહ ચૌધરીમુકેશ એમ. દેસાઈદિનેશ ઠાકોર
મહેસાણાઊંઝાકિરીટ પટેલઅરવિંદ પટેલઉર્વિશ પટેલ
મહેસાણાવિસનગરઋષિકેશ પટેલકિરિટ પટેલટ
જયંતિલાલ એમ. પટેલ
મહેસાણાબેચરાજીસુખાજી ઠાકોરભોપાજી ઠાકોરસાગર રબારી
મહેસાણાકડી (SC)કરસન સોલંકીપ્રવિણ ગણપતભાઈ પરમારએચ.કે.ડાભી
મહેસાણામહેસાણામુકેશ પટેલપીકે પટેલભગત પટેલ
મહેસાણાવિજાપુરરમણ પટેલડો.સીજે ચાવડાચિરાગ પટેલ
સાબરકાંઠાહિંમતનગરવી. ડી. ઝાલાકમલેશ જયંતીભાઈ પટેલ
નીરમલસિંહ પરમાર
સાબરકાંઠાઇડર (SC)રમણલાલ વોરારમાભાઈ વિરચંદભાઈ સોલંકી
જયંતીભાઇ પરનામી
સાબરકાંઠાખેડબ્રહ્મા (ST)અશ્વિન કોટવાલતુષાર ચૌધરીબિપિવ ગામેતી
અરવલ્લીભિલોડા (ST)પૂનમચંદ બરંડારાજુ પારઘીરૂપસિંહ ભગોડા
અરવલ્લીમોડાસાભીખુભાઈ પરમારરાજેન્દ્રસિંહ ઠાકોર
રાજેન્દ્રસિંહ પરમાર
અરવલ્લીબાયડભીખીબેન પરમારમહેન્દ્ર સિંહ વાઘેલાચુનીભાઈ પટેલ
સાબરકાંઠાપ્રાંતિજગજેન્દ્રસિંહ પરમારબહેચરસિંહ રાઠોડઅલ્પેશ પટેલ
ગાંધીનગરદહેગામબલરાજ ચૌહાણવખતસિંહ ચૌહાણસુહાગ પંચાલ
ગાંધીનગરગાંધીનગર દક્ષિણઅલ્પેશ ઠાકોરહિમાંશુ પટેલદોલત પટેલ
ગાંધીનગરગાંધીનગર ઉત્તરરિટાબહેન પટેલવિરેન્દ્રસિંહ વાઘેલામુકેશ પટેલ
ગાંધીનગરમાણસાજયંતિભાઈ પટેલઠાકોર બાબુભાઈભાસ્કર પટેલ
ગાંધીનગરકલોલ (ગાંધીનગર)બકાજી ઠાકોરબળદેવજી ઠાકોરકાંતિજી ઠાકોર
અમદાવાદવિરમગામહાર્દિક પટેલલાખાભાઈ ભરવાડકુંવરજી ઠાકોર
અમદાવાદસાણંદકનુ પટેલરમેશ કોળીકુલદીપ વાઘેલા
અમદાવાદઘાટલોડિયાભૂપેન્દ્ર પટેલઅમિબેન યાજ્ઞિકવિજય પટેલ
અમદાવાદવેજલપુરઅમિત ઠાકરરાજેન્દ્ર પટેલ
કલ્પેશ પટેલ ભોલાભાઈ
અમદાવાદવટવાબાબૂસિંહ જાધવબળવંતભાઈ ગઢવીબિપીન પટેલ
અમદાવાદએલિસબ્રિજઅમિત શાહભીખુભાઈ દવેપારસ શાહ
અમદાવાદનારણપુરાજીતેન્દ્ર પટેલસોનલબેન પટેલપંકજ પટેલ
અમદાવાદનિકોલજગદીશ વિશ્વકર્મારણજીત બરાડઅશોક ગજેરા
અમદાવાદનરોડાપાયલ કુકરાણીNCP - મેઘચંદ ડોડવાણી
ઓમપ્રકાશ તિવારી
અમદાવાદઠક્કરબાપા નગરકંચનબેન રાદડિયાવિજયકુમાર બ્રહ્મભટ્ટસંજય મોરી
અમદાવાદબાપુનગરદિનેશ કુશવાહહિંમતસિંહ પટેલ
રાજેશભાઈ દીક્ષિત
અમદાવાદઅમરાઈવાડીહસમુખ પટેલધર્મેન્દ્ર પટેલ
એડવોકેટ ભરત પટેલ
અમદાવાદદરિયાપુરકૌશિક જૈનગ્યાસુદ્દીન શેખતાજ કુરેશી
અમદાવાદજમાલપુર-ખાડિયાભૂષણ ભટ્ટઈમરાન ખેડાવાલાહારુન નાગોરી
અમદાવાદમણિનગરઅમૂલ ભટ્ટસીએમ રાજપૂતવિપુલ પટેલ
અમદાવાદદાણીલીમડા (SC)નરેશ વ્યાસશૈલેષ પરમારદિનેશ કાપડિયા
અમદાવાદસાબરમતીહર્ષદભાઈ પટેલદિનેશ મહીડાજશવંત ઠાકોર
અમદાવાદઅસારવા (SC)દર્શનાબેન વાઘેલાવિપુલ પરમારજે જે મેવાડા
અમદાવાદદશક્રોઈબાબુ જમના પટેલઉમેદી ઝાલાકિરન પટેલ
અમદાવાદધોળકાકિરિટસિંહ ડાભીઅશ્વિન રાઠોડજાત્તુબા ગોલ
અમદાવાદધંધુકાકાળુભાઈ ડાભીહરપાલસિંહ ચુડાસમા
કેપ્ટન ચંદુભાઈ બામરોલિયા
સુરેન્દ્રનગરદસાડા (SC)પરસોત્તમ પરમારનૌશાદ સોલંકીઅરવિંદ સોલંકી
સુરેન્દ્રનગરલીમડીકિરિટસિંહ રાણાકલ્પના મકવાણામયુર સુકરિયા
સુરેન્દ્રનગરવઢવાણજગદીશ મકવાણાતરુણ ગઢવી
હિતેશ પટેલ બજરંગ
સુરેન્દ્રનગરચોટીલાશામજી ચૌહાણાઋત્વિજ મકવાણારાજુભાઈ કરપડા
સુરેન્દ્રનગરધાંગધ્રાપ્રકાશ વરમોરાછત્રસિંહ ગુંજારિયાવાગજીભાઈ પટેલ
મોરબીમોરબીકાંતિ અમૃતિયાજયંતિ પટેલપંકજ રાણસરીયા
મોરબીટંકારાદુર્લભ દેથરિયાલલિત કગથરાસંજય ભટાસણા
મોરબીવાંકાનેરજીતુ સોમાણીમહોમ્મદ પીરજાદાવિક્રમ સોરાણી
રાજકોટરાજકોટ પૂર્વઉદય કાનગડઇન્દ્રનીલ રાજ્યગુરુરાહુલ ભુવા
રાજકોટરાજકોટ પશ્ચિમડો.દર્શિતા શાહમનસુખ કાલરિયાદિનેશ જોષી
રાજકોટરાજકોટ દક્ષિણરમેશ ટિલાળાહિતેશ એમ. વોરા
શિવલાલ બારસીયા
રાજકોટરાજકોટ ગ્રામ્ય (SC)ભાનુબેન બાબરિયાસુરેશ કરશનભાઈ ભટવાર
વશરામ સાગઠિયા
રાજકોટજસદણકુંવરજી બાવળિયાભોલાભાઈ ભિખાભાઈ ગોહિલતેજસ ગાજીપરા
રાજકોટગોંડલગીતાબા જાડેજાયતિશ દેસાઇનિમિષાબેન ખૂંટ
રાજકોટજેતપુર (રાજકોટ)જયેશ રાદડિયાદીપક વેકરિયારોહિત ભુવા
રાજકોટધોરાજીમહેન્દ્રભાઈ પાડલીયાલલિત વસોયાવિપુલ સખિયા
જામનગરકાલાવડ (SC)મેઘજી ચાવડાપ્રવીણ મુછડિયા
ડૉ. જીજ્ઞેશ સોલંકી
જામનગરજામનગર ગ્રામ્યરાઘવજી પટેલજીવન કુંભારવાડિયાપ્રકાશ દોંગા
જામનગરજામનગર ઉત્તરરિવાબા જાડેજાબિપેન્દ્રસિંહ ચતુરસિંહ જાડેજાકરશન કરમૂળ
જામનગરજામનગર દક્ષિણદિવ્યેશ અકબરીમનોજ કરિયાવિશાલ ત્યાગી
જામનગરજામજોધપુરચિમન સાપરિયાચિરાગ કાલરિયાહેમંત ખાવા
દેવભૂમિ દ્વારકાખંભાળિયામુળુ બેરાવિક્રમ માડમઈશુદાન ગઢવી
દેવભૂમિ દ્વારકાદ્વારકાપબુભા માણેકમુળુભાઈ કન્ડોરિયાનકુમ બોઘાભાઈ
પોરબંદરપોરબંદરબાબુભાઈ બોખિરિયાઅર્જૂન મોઢવાડિયાજીવન જુંગી
પોરબંદરકુતિયાણાઢેલીબેન માધાભાઈ ઓડેદરાનાથાભાઈ ભુરાભાઈ ઓડેદરાભીમાભાઈ દાનાભાઈ મકવાણા
જુનાગઢમાણાવદરજવાહર ચાવડાઅરવિંદ જીણાભાઈ લાડાણી
કરશન બાપુ ભદ્રકા
જુનાગઢજૂનાગઢસંજય કોરડિયાભીખા જોશીચેતન ગજેરા
જુનાગઢવિસાવદરહર્ષદ રિબડીયાકરજણભાઇ વડદોરિયાભૂપત ભાયાણી
જુનાગઢકેશોદદેવાભાઈ માલમહીરા જોટવા
રામજીભાઈ ચુડાસમા
જુનાગઢમાંગરોળ (જૂનાગઢ)ભગવાનભાઈ કરગઠિયાબાબુ વાઝા
પિયૂષભાઈ પરમાર
ગીર સોમનાથસોમનાથમાનસિંહ પરમારવિમલ ચૂડાસમાજગમાલ વાળા
ગીર સોમનાથતાલાલાભગવાન બારડમાનસિંહ ડોડિયાદેવેન્દ્ર સોલંકી
ગીર સોમનાથકોડીનાર (SC)પ્રદ્યુમન વાઝામહેશ મકવાણા
વાલજીભાઇ મકવાણા
ગીર સોમનાથઉનાકાળુભાઈ રાઠોડપૂંજા વંશસેજલબેન ખુટ
અમરેલીધારીજે.વી કાકડિયાડો.કીર્તિ બોરી સાગર
કાંતિભાઈ સતાસિયા
અમરેલીઅમરેલીકૌશિક વેકરિયાપરેશ ધાનાણીરવી ધાનાણી
અમરેલીલાઠીજનક તલાવિયાવિરજી ઠુમ્મરજયસુખ દેત્રોજા
અમરેલીસાવરકુંડલામહેશ કસવાલાપ્રતાપ દૂધાતભરત નાકરની
અમરેલીરાજુલાહીરાભાઈ સોલંકીઅંબરિશ ડેરભરત બલદાણિયા
ભાવનગરમહુવા (ભાવનગર)શિવા ગોહિલકનુભાઈ કલસરિયાઅશોક જોલીયા
ભાવનગરતળાજાગૌતમ ચૌહાણકનુભાઇ બારૈયા
લાલુબેન નરશીભાઈ ચૌહાણ
ભાવનગરગારીયાધારકેશુભાઈ નાકરાણીદિવ્યેશ ચાવડાસુધીર વાઘાણી
ભાવનગરપાલીતાણાભીખાભાઈ બારૈયાપ્રવીણ રાઠોડડો. ઝેડ.પી. ખેની
ભાવનગરભાવનગર ગ્રામ્યપરસોત્તમ સોંલકીરેવતસિંહ ગોહિલ
ખુમાનસિંહ ગોહિલ
ભાવનગરભાવનગર પૂર્વસેજલ રાજીવકુમાર પંડ્યાબળદેવ માજીભાઈ સોલંકીહમીર રાઠોડ
ભાવનગરભાવનગર પશ્ચિમજીતુ વાઘાણીકિશોરસિંહ ગોહિલરાજુ સોલંકી
બોટાદગઢડા (SC)શંભુ ટુંડિયાજગદીશ ચાવડારમેશ પરમાર
બોટાદબોટાદઘનશ્યામ વિરાણીમનહર પટેલઉમેશ મકવાણા
આણંદખંભાતમહેશભાઈ રાવલચિરાગ પટેલઅરૂણ ગોહિલ
આણંદબોરસદરમણભાઈ સોલંકીરાજેન્દ્રસિંહ પરમારમનિષ પટેલ
આણંદઆંકલાવગુલાબસિંહ પઢિયારઅમિત ચાવડાગજેન્દ્રસિંહ
આણંદઉમરેઠગોવિંદ પરમારNCP - પટેલ જયંતભાઇ રમણભાઇ
અમરીશભાઈ પટેલ
આણંદઆણંદયોગેશ પટેલકાંતિભાઈ પરમારગિરીશ શાંદેલિયા
આણંદપેટલાદકમલેશ પટેલડો. પ્રકાશ પરમારઅર્જુન ભરવાડ
આણંદસોજીત્રાવિપુલ પટેલપૂનમભાઈ પરમારમનુભાઈ ઠાકોર
ખેડામાતરકલ્પેશ પરમારસંજય પટેલલાલજી પરમાર
ખેડાનડિયાદપંકજ દેસાઈધ્રુવલ સાધુભાઈ પટેલહર્ષદ વાઘેલા
ખેડામહેમદાવાદઅર્જુનસિંહ ચૌહાણજીવાસિંહ ગડાભાઈ
પ્રમોદભાઈ ચૌહાણ
ખેડામહુધાસંજયસિંહ મહિડાઈન્દ્રજીતસિંહ પરમાર
રાજીવભાઇ વાઘેલા
ખેડાઠાસરાયોગેન્દ્રસિંહ પરમારકિરિટબાઈ પરમારનટવરસિંહ રાઠોડ
ખેડાકપડવંજરાજેશ ઝાલાકાળુભાઈ ડાભીમનુભાઈ પટેલ
ખેડાબાલાસિનોરમાનસિંહ ચૌહાણઅજીતસિંહ ચૌહાણ
ઉદયસિંહ ચૌહાણ
મહીસાગરલુણાવાડાજિગ્નેશ અંબાલાલ સેવકગુલાબ સિંહ
નટવરસિંહ સોલંકી
મહીસાગરસંતરામપુર (ST)કુબેર ડિંડોરગેંદલભાઈ ડામોર
પર્વત વાગોડિયા ફૌજી
પંચમહાલશેહરાજેઠા આહિરકતુભાઈ પાગીતખ્તસિંહ સોલંકી
પંચમહાલમોરવા હડફ (ST)નિમિષા સુથારસ્નેહલતાબેન ગોવિંદભાઈ ખાંટબનાભાઇ દામોર
પંચમહાલગોધરાચંદ્રસિંહ રાઉલજી (સી.કે રાઉલ)રશ્મિતાબેન ચૌહાણરાજેશ પટેલ રાજુ
પંચમહાલકાલોલ (પંચમહાલ)ફતેસિંહ ચૌહાણપ્રભાત સિંહદિનેશ બારીયા
પંચમહાલહાલોલજયદ્રથસિંહ પરમારઅનિસ બારિયાભરત રાઠવા
દાહોદફતેપુરા (ST)રમેશભાઈ કટારારઘુ મચારગોવિંદ પરમાર
દાહોદઝાલોદ (ST)મહેશ ભૂરિયામિતેશ કે. ગરાસીયાઅનિલ ગરાશિયા
દાહોદલીમખેડા (ST)શૈલેષભાઈ ભાભોરરમેશભાઈ ગુંડીયાપુનાભાઈ બારીયા
દાહોદદાહોદ (ST)કનૈયાલાલ કિશોરીહર્ષદભાઈ નિંનામા
પ્રોફેસર દિનેશ મુનિયા
દાહોદગરબાડા (ST)મહેન્દ્રભાઈ ભાગોરચંદ્રિકાબેન બારૈયા
શેલેશ કનુભાઈ ભાભોર
દાહોદદેવગઢબારીઆબચુભાઈ ખાબડ(ફોર્મ પરત ખેચ્યું)ભરત વખાલા
વડોદરાસાવલીકેતન ઈનામદારકુલદીપ સિંહ રાઉજીવિજય ચાવડા
વડોદરાવાઘોડિયાઅશ્વિન પટેલસત્યજીતસિંહ ગાયકવાડગૌતમ રાજપૂત
છોટા ઉદેપુરછોટા ઉદેપુર (ST)રાજેન્દ્રસિંહ રાઠવાસંગ્રામસિંહ રાઠવાઅર્જુન રાઠવા
છોટા ઉદેપુરજેતપુર (છોટા ઉદેપુર) (ST)જયંતીભાઈ રાઠવાસુખરામ રાઠવારાધિકા રાઠવા
છોટા ઉદેપુરસંખેડા (ST)અભયસિંહ તડવીધીરુભાઈ ચુનીલાલ ભીલરંજન તડવી
વડોદરાડભોઇશૈલેષભાઈ મહેતાબાલકિશન પટેલઅજીત ઠાકોર
વડોદરાવડોદરાસિટી (SC)મનીષાબેન વકીલગુણવંતરાય પરમારજીગર સોલંકી
વડોદરાસયાજીગંજકેયુર રોકડિયાઅમી રાવતસ્વેજલ વ્યાસ
વડોદરાઅકોટાચૈતન્ય દેસાઈઋત્વિક જોશીશશાંક ખરે
વડોદરારાવપુરાબાલકૃષ્ણ શુક્લાસંજય પટેલહિરેન શિરકે
વડોદરામાંજલપુરયોગેશ પટેેલડૉ.તસ્વિન સિંઘવિનય ચવ્હાણ
વડોદરાપાદરાચૈતન્ય ઝાલાજસપાલ સિંહ પઢિયારસંદિપસિંઘ રાજ
વડોદરાકરજણઅક્ષય પટેલપ્રિતેશ પટેલપરેશ પટેલ
નર્મદાનાંદોદ (ST)દર્શનાબેન દેશમુખ (વસાવા)હરેશ વસાવાપ્રફુલ વસાવા
નર્મદાદેડિયાપાડા (ST)હિતેશ દેવજી વસાવાજેરમાબેન વસાવાચૈતર વસાવા
ભરૂચજંબુસરડી.કે સ્વામીસંજય સોલંકીસાજીદ રેહાન
ભરૂચવાગરાઅરુણ રાણાસુલેમાન પટેલજયરાજ સિંઘ
ભરૂચઝગડિયા (ST)રિતેશ વસાવાફતેસિંહ વસાવાઉર્મિલા ભગત
ભરૂચભરૂચરમેશ મિસ્ત્રીજયકાંતભાઈ બી પટેલ
મનહરભાઈ પરમાર
ભરૂચઅંકલેશ્વરઈશ્વર પટેલવિજયસિંહ પટેલઅંકુર પટેલ
સુરતઓલપાડમુકેશ પટેલદર્શનકુમાર અમૃતલાલ નાયકધાર્મિક માલવિયા
સુરતમાંગરોળ (સુરત) (ST)ગણપત વસાવાઅનિલ ચૌધરીસ્નેહલ વસાવા
સુરતમાંડવી (સુરત) (ST)કુંવરજી હળપતિઆનંદ ચૌધરી
સાયનાબેન ગામીત
સુરતકામરેજપ્રફુલ્લ પાનસેરિયાનિલેશ મનસુખભાઈ કુંભાણીરામ ધડુક
સુરતસુરત પૂર્વઅરવિંદ રાણા
અસલમ સાયકલવાલા
સુરતસુરત ઉત્તરકાંતિ બલ્લરઅશોક પટેલમહેન્દ્ર નાવડિયા
સુરતવરાછા રોડકિશોર કાનાણી (કુમાર)પ્રફુલ છગનભાઈ તોગડિયાઅલ્પેશ કથિરીયા
સુરતકરંજપ્રવીણ ઘોઘારીભારતી પટેલમનોજ સોરઠિયા
સુરતલિંબાયતસંગીતા પાટિલગોપાલ પાટીલપંકજ તયડે
સુરતઉધનામનુભાઈ પટેલધનસુખ રાજપૂતમહેન્દ્ર પાટીલ
સુરતમજુરાહર્ષ સંઘવીબલવંત જૈનપીવીએસ શર્મા
સુરતકતારગામવિનોદ મોરડિયાકલ્પેશ હરજીવનભાઈ વરિયાગોપાલ ઈટાલિયા
સુરતસુરત પશ્ચિમપૂર્ણેશ મોદીસંજય રમેશચંદ્ર પટવામોકકેશ સંઘવી
સુરતચોર્યાસીસંદીપ દેસાઈકાંતિલાલ પટેલ
પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર
સુરતબારડોલી (SC)ઈશ્વર પરમારપન્નાબેન અનિલભાઈ પટેલરાજેન્દ્ર સોલંકી
સુરતમહુવા (સુરત) (ST)મોહન ઢોડિયાહેમાંગીની દિપકકુમાર ગરાસીયા
કુંજન પટેલ ધોડિયા
તાપીવ્યારા (ST)મોહન કોકણીપુના ગામિતબિપીન ચૌધરી
તાપીનિઝર (ST)જયરામ ગામિતસુનિલ ગામિતઅરવિંદ ગામિત
ડાંગડાંગ (ST)વિજય પટેલમુકેશ ચંદ્રભાઈ પટેલસુનિલ ગામીત
નવસારીજલાલપોરરમેશ પટેલરણજીત ડાહ્યાભાઈ પંચાલપ્રદીપકુમાર મિશ્રા
નવસારીનવસારીરાકેશ દેસાઈદીપક બરોથઉપેશ પટેલ
નવસારીગણદેવી (ST)નરેશ પટેલઅશોક પટેલપંકજ પટેલ
નવસારીવાંસદા (ST)પિયૂષ પટેલઅનંતકુમાર પટેલપંકજ પટેલ
વલસાડધરમપુર (ST)અરવિંદ પટેલકિશનભાઈ વેસતભાઈ પટેલકમલેશ પટેલ
વલસાડવલસાડભરત પટેલકમલકુમાર પટેલરાજુ મરચા
વલસાડપારડીકનુ દેસાઈજયશ્રી પટેલકેતલ પટેલ
વલસાડકપરાડા (ST)જીતુ ચૌધરીવસંત બી. પટેલ
જયેન્દ્રભાઈ ગાવિત
વલસાડઉમરગામ (ST)રમણ પાટકરનરેશ વજીરભાઈ વલ્વીઅશોક પટેલ

4.90 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

2022ના ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 4.90 કરોડ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. આમાંથી 2,53,36,610 મતદારો અને 2,37,51,738 મહિલા મતદારો છે. આમાંથી 27 હજાર 943 સરકારી કર્મચારી મતદારો, 4,04,802 દિવ્યાંગ મતદારો મતદાન કરશે. મતદારોમાં 9.8 લાખ મતદારોની ઉંમર 80 વર્ષથી વધુ છે. આમાંથી 10 હજાર 460 મતદારોની ઉંમર 100થી વધુ છે. એક હજાર 417 થર્ડ જેંડર મતદારો પણ આ ચૂંટણીમાં મતદાન કરી શકશે. ચાર લાખ 61 હજાર 494 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે.

સરેરાશ 946 લોકોએ એક મતદાન મથક

આ ચૂંટણી માટે કુલ 51,782 મતદાન મથકો ઉભા કરાયા છે. આમાંથી 17,506 શહેરમાં અને 34,276 ગ્રામીણ વિસ્તારોમાં મતદાન મથકો હશે. આ ચૂંટણીમાં લગભગ 50 ટકા મતદાન મથકોનું વેબકાસ્ટિંગ થશે. કુલ 51,782 મતદાન મથકોમાંથી 25,891 મતદાન મથકો પર ચૂંટણી પંચ વેબકાસ્ટિંગ કરશે.

પ્રથમ તબક્કામાં યોજાનાર મતદાન અંગે મહત્વની વિગતો

  • મતદાનની તારીખ : 01-12-2022
  • મતદાનનો સમય : સવારે 08.00 થી સાંજે 05.00
  • કેટલા જિલ્લામાં મતદાન યોજાશે :  19 (કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત)
  • કેટલી બેઠક માટે મતદાન : 89
  • કુલ ઉમેદવારો : 788 (718 પુરૂષ ઉમેદવાર, 70 મહિલા ઉમેદવાર)
  • રાજકિય પક્ષો : 39 રાજકીય પક્ષો
  • કુલ મતદારો : 2,39,76,670 (1,24,33,362 પુરૂષ મતદારો, 1,1,5,42,811 મહિલા મતદારો અને 497 ત્રીજી જાતિના મતદારો)
  • 18થી 19 વર્ષની વયના મતદારો : 5,74,560
  • 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારો : 4,945
  • સેવા મતદારો : કુલ 9,606 (9,371 પુરૂષ , 235 મહિલા)
  • NRI મતદારો : કુલ 163 (125 પુરૂષ, 38 મહિલાઓ)
  • મતદાન મથક સ્થળો : 14,382 (3,311 શહેરી વિસ્તારોમાં અને 11,071 ગ્રામ્ય વિસ્તારોમાં)
  • મતદાન મથકો : 25,430 (9,014 શહેરી વિસ્તારોમાં અને 16,416 ગ્રામ્ય મતદાન મથકો)
  • વિશિષ્ટ મતદાન મથકો : 89 મોડલ મતદાન મથકો, 89  દિવ્યાંગ સંચાલિત, 89 ઈકો ફ્રેન્ડલી, 611 સખી, 18 યુવા સંચાલિત મતદાન મથકો
  • EVM-VVPATની સંખ્યા : 34,324 બેલેટ યુનિટ, 34,324 CU અને 38,749 VVPAT ( મોરબીની 65-મોરબીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ તથા, સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે)
  • મતદાન સ્ટાફની વિગત : કુલ 1,06,963 કર્મચારી/અધિકારી, 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 78,985 પોલીંગ સ્ટાફ
  • વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ : તમામ 19 જિલ્લાઓમાં 1 ડિસેમ્બરે ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા અપાશે

મતદારો માટે ઉપયોગી વેબસાઈટ્સ

  • National Voters Service Portal (NVSP) - www.nvsp.in : મતદાર યાદી ડાઉનલોડ કરવા અને મતદાર યાદીમાં પોતાનું નામ શોધવા માટે, e-EPIC ડાઉનલોડ કરવા માટે, તમારા મતવિસ્તારની વિગતો જાણવા માટે, તમારા વિસ્તારના BLO અને મતદાન નોંધણી અધિકારીની વિગતો મેળવવા માટે આ એપનો ઉપયોગ કરી શકશો.
  • મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાતની વેબસાઈટ – ceo.gujarat.gov.in : ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે તેમજ મતદાન મથકોની યાદી અને મતદાર યાદી સંબંધિત માહિતી મેળવવા માટેની વિગત આ વેબસાઈટ પરથી મેળવી શકશો.

મતદારો માટે ઉપયોગી મોબાઈલ ઍપ

  • ઉમેદવારોના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત, મિલકતો અને ગુનાહિત ઈતિહાસ સહિતની માહિતી મેળવવા માટે Know Your Candidate એપનો ઉપયોગ કરી શકાશે.
  • જો તમે આચારસંહિતા ભંગ થયું હોવાનું લાગે તો c-VIGIL App ફરિયાદ નોંધાવી શકશો.
  • દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા, વ્હિલચેરની સુવિધા મેળવવા માટે, પોતાના મતદાન મથકનું સ્થળ જાણવા માટે PwD Appનો ઉપયોગ કરી શકશો.

બે તબક્કામાં યોજાશે મતદાન

બે તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે એક અને પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાશે. સાથે જ મતગણતરી 8 ડિસેમ્બરે થશે. બે તબક્કામાં તમામ 182 બેઠકો પર મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી 2023ના રોજ પૂરો થઈ રહ્યો છે.

બીજા તબક્કામાં 93 બેઠકો પર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં 93 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં કુલ બે કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આમ રાજ્યના કુલ મતદારોની વાત કરીએ તો 4 કરોડ 91 લાખ 35 હજાર 400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે છે. બીજા તબક્કામાં 17 હજાર 607 પુરૂષ અને 664 મહિલા મતદારો મળી 18  હજાર 271 સેવા મતદારોનો સમાવેશ થાય છે.

બીજા તબક્કામાં આ જિલ્લાઓમાં મતદાન યોજાશે

વાવ, થરાદ, ધાનેરા, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર, ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર, હિમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ, દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ, વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા, ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજીત્રા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, કપડવંજ, બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, શહેરા, મોરવા હડફ, ગોધરા, કાલોલ, હાલોલ, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા, સાવલી, વાઘોડિયા, છોટા ઉદેપુર, જેતપુર પાવી, સંખેડા, ડભોઇ, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરજણ

5મી ડિસેમ્બરે 833 ઉમદવારો માટે મતદાન યોજાશે

ગુજરાત ચૂંટણીની પાંચમી ડિસેમ્બરે યોજાનાર બીજા તબક્કાની ચૂંટણીમાં 764 પુરૂષ ઉમેદવારો અને 69 મહિલા ઉમેદવારો મળી કુલ 833 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 

રાજ્યભરની ચૂંટણી સ્થિતિ

  • ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો પર 1482 પુરૂષ અને 139 મહિલા ઉમેદવારો નોંધાયા
  • આ વખતે વિવિધ રાજકીય પક્ષ અને અપક્ષના કુલ 1621 ઉમેદવારોનું પરિણામ 8મી ડિસેમ્બર જાહેર થશે
  • રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે 6 હજાર 215 શહેરી મતદાન મથક પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 
  • તમામ મતદાન મથકો પર મળી કુલ 70 હજાર 763 બેલેટ યુનિટ, 70 હજાર 763 કંટ્રોલ યુનિટ તથા 79 હજાર 183 વીવીપેટનો ઉપયોગ
  • ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે કુલ 2 લાખ 20 હજાર 288 તાલીમબદ્ધ અધિકારી-કર્મચારીઓ ફરજમાં મુકાયા
  • બંને તબક્કાના કુલ 51,839 મતદાન મથક પૈકી 1,833 મતદાન મથકો વિશેષરૂપે તૈયાર કરાયા
  • રાજ્યભરમાં મહિલા કર્મચારીઓ સંચાલિત 1,256 સખી મતદાન મથકો
  • દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત 182 મતદાન મથકો
  • યુવા કર્મચારીઓ દ્વારા 33 મતદાન મથકોનું સંચાલન


Tags :