બ્રહ્માકુમારીઝ દ્વારા અખિલ ભારતીય રક્તદાન મહાઅભિયાન
વિશ્વ રેકોર્ડ સ્થાપવાનો સંકલ્પ
બ્રહ્માકુમારીઝ
સંસ્થા દ્વારા દાદી પ્રકાશમણિજીની ૧૮મી પુણ્યતિથિના અવસરે સમગ્ર ભારતમાં અખિલ
ભારતીય રક્તદાન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ
દિવસે એક લાખથી વધુ રક્તદાન કરીને વિશ્વ રેકોર્ડ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો
છે. સંસ્થાના રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ
ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ “સમાજ સેવા વિભાગ”ના સૌજન્યથી આ રાષ્ટ્રીય રક્તદાન ઝુંબેશ
યોજાઈ રહી છે. આ રક્તદાન શિબિર ૨૨ થી ૨૫ ઓગસ્ટના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૩:૦૦ વાગ્યા સુધી સમગ્ર ભારતના ૬૦૦૦ જેટલા તમામ
બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રોમાં યોજાશે.