ધો-8 પાસ કે ડબલ ગ્રેજ્યુએટ તમામ કોર્પોરેટરોને એકસરખા લેપટોપ અપાશે
રૃા.87 લાખના ખર્ચે લેપટોપ આપવાની દરખાસ્ત ફરી રજૂ
સ્થાયી અધ્યક્ષ વિદેશ હોવાથી અગાઉ દરખાસ્ત મુલતવી રખાઇ હતી ઃ ખોટા ખર્ચાનો વિરોધ કરી હોબાળો કરતુ વિપક્ષ પણ લેપટોપ લેવા તૈયાર
સુરત,
સુરત
મહાનગરપાલિકાના શાસક વિપક્ષ બન્ને પક્ષના 120 કોર્પોરેટરોને 72 હજારનું
લેપટોપ આપવાની મુલત્વી રહેલી દરખાસ્ત આગામી
સ્થાયી સમિતિમાં ફરીથી રજુ કરવામાં આવી છે. આ પહેલાં સ્થાયી સમિતિમાં દરખાસ્ત
રજુ કરી હતી પરંતુ સ્થાયી અધ્યક્ષ વિદેશ પ્રવાસે હોવાથી આ દરખાસ્ત પર થોડા સમય પુરતી
બ્રેક મારી દેવામાં આવી હતી.
સુરત મ્યુનિ.મા હાલ આવકના સ્ત્રોત ઓછા હોવાથી શાસકો કરકસરભર્યા વહિવટની વાતો કરે છે તેની સામે વિપક્ષ શાસકો ખોટા ખર્ચા કરે છે તેવા આક્ષેપ કરીને આક્રમક વિરોધ કરે છે. શાસક કરકસરભર્યા વહિવટ અને વિપક્ષના વિરોધ વચ્ચે સુરત મ્યુનિ.ના ધો. 8 પાસ કે ડબલ ગ્રેજ્યુએટ બધાને એક સરખા લેપટોપ આપવામાં આવશે.
સુરત મ્યુનિ. તંત્રની થોડા સમય પહેલાંની સ્થાયી સમિતિમાં 72800 રૃપિયાની કિંમતનું એક એવા 120 લેપટોપ 87.36 લાખના ખર્ચે આપવાની દરખાસ્ત રજુ કરી હતી. કાર્યકારી અધ્યક્ષે વધુ અભ્યાસ માટે આ દરખાસ્ત મુલત્વી રાખવાનું જણાવ્યું હતું. હવે સત્તાવાર અધ્યક્ષ આવી જતાં ફરીથી આ દરખાસ્ત રજુ કરવામા ંઆવી છે અન આગામી શનિવારે દરખાસ્ત પર નિર્ણય કરવાાં આવશે. પાલિકાના મોંઘા ફોન લેવાનો ઈન્કાર કરનાર વિપક્ષી નેતા 72 હજારનું લેપટોપ લઈ લેશે શાસકોના મોંઘ ફોનનો વિરોધ કરનાર વિપક્ષ ભાજપ શાસકોના લેપટોપ આપવાના નિણયનો વિરોધ પણ હજી સુધી કર્યો ન હોવાથી આ ખર્ચામાં વિપક્ષની સંમતિ છે તેવું મનાઈ રહ્યું છે.