Gujarat

અલકાપુરીનું ગરનાળુ ૧૨ જાન્યુઆરી સુધી વાહન વ્યવહાર માટે બંધ

By GS TEAM
26 Dec 20251 min read
અલકાપુરીનું ગરનાળુ ૧૨ જાન્યુઆરી સુધી વાહન વ્યવહાર માટે બંધ

વડોદરા,હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરીને અનુલક્ષીને અલકાપુરીનું ગરનાળુ આગામી ૧૨ જાન્યુઆરી સુધી  વાહનોની અવર - જવર માટે બંધ કરવામાં આવ્યું છે.

એલ એન્ડ ટી દ્વારા મુંબઇ - અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટના સિવિલ વર્કની કામગીરી વડોદરા ખાતે ચાલી રહી છે. કડક બજારથી અલકાપુરી ગરનાળા તરફના રોડ પર ગડર નાખવાની કામગીરી કરવાની હોઇ અલકાપુરી ગરનાળાથી અવર - જવર કરતા તમામ પ્રકારના વાહનો માટે તા. ૨૬ ફેબુ્રઆરીથી તા. ૧૨ જાન્યુઆરી સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કડક બજારથી અલકાપુરી તરફ જતા વાહનો રેલવે સ્ટેશન, કાલાઘોડા સર્કલથી ડેરીડેન સર્કલ થી સૂર્યો  પેલેસ હોટલ ચાર રસ્તા, જેતલપુર બ્રિજથી વલ્લભ ચોક થઇને જઇ શકશે. તેમજ અલકાપુરીથી સયાજીગંજ તરફ આવતા વાહનો પ્રોડક્ટિવિટી નાકાથી વલ્લભ ચોક ચાર રસ્તા થઇ જેતલપુર બ્રિજ થઇ જઇ શકશે.