Get The App

સાબરમતી નદીમાં પાણી છોડાતા ધોળકા અને દસ્ક્રોઇ તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
સાબરમતી નદીમાં પાણી છોડાતા ધોળકા અને દસ્ક્રોઇ તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ 1 - image


ધરોઈ ડેમમાં ઉપરવાસના પાણીની આવક વધતા ૮૦ ટકા ભરાયો

ધરોઈ ડેમ ૮૦ ટકા ભરાતા પાંચ હજાર ક્યુસેક પાણી છોડાયુંમાલધારીઓ અને ગ્રામજનોેને નદી તરફ ન જવા સૂચના

ધોળકા -  ગાંધીનગર શહેર અને અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી હવે બે કાંઠે વહેતી થઇ છે ગઇ છે અને ઉપરવાસથી વધુ પાંચ હજાર ક્યુસેક  પાણી છોડવામાં આવતા વહિવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે એટલું જ ધોળકા અને દસ્ક્રોઇ ચાલુકાના ૨૬ જટેલા ગ્રામજનોને સતર્ક કરવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. જ્યારે તલાટીઓને એલર્ટ રહેવા આદેશ અપાયો છે.

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને રાજ્યમાં વરસાદી સિસ્ટમ બની છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમમાં ઉપરવાસના પાણીની આવક વધતા ૮૦ ટકા જેટલો ભરાઇ ગયો છે. જેના પગલે તા. ૨૭મી જુલાઇના રોજ સાબરમતી નદીમાં અંદાજે ચારથી પાંચ હજાર ક્યુસેક પાણી છોડાયું હતું.

સાબરમતી નદીમાં પાણી છોડાતા દસકોઈ અને ધોળકા તાલુકાના નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરાયા છે. જેમાં દસકોઈ તાલુકાના ભાત, કાસીન્દ્રા, પાલડી કાકજ, નવાપુરા, મોટા છાપરા, મીરોલી, ટીંબા જ્યારે ધોળકાના સરોડા, ચંડીસર કોદાળીયાપુરા, ધુળજીપુરા આંબલીયારા, સાથળ, સહીજ રામપુર, વૌઠા, અંધારી, વીરપુર, ગીરદ, વિરડી, ઈંગોલી, પીસાવાડા વટામણ, રામપુરા, આનંદપુરા લોલીયા, ઉતેળીયા, સમાણી, ભોળાદ નાનીબોરુ અને મોટીબોરુ જેવા ગામોને એલર્ટ કરાયા છે.

સાબરમતી નદી કિનારે આવતા તંત્ર દ્વારા માલધારીઓ અને ગ્રામજનોને નદી કાંઠા નજીક નહીં સુચના આપવામાં આવી છે. તેમજ આ તમામ ગામોના તલાટી મંત્રની પણ એલર્ટ રહેવા આદેશ કરાયો છે. સાબરમતી નદીમાં ચારથી પાંચ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ગામડાઓમાં કોઈ મુશ્કેલી થઈ શકે તેમ નથી પરંતુ જો એક લાખ જેટલું કે તેથી વધુ ક્યુશેક પાણી છોડવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી છે.

Tags :