દિલ્હી બ્લાસ્ટ બાદ સુરેન્દ્રનગર રેલવે જંક્શન પર એલર્ટ !

- વેઇટિંગ રૂમ સહિતની જગ્યાઓ પર ચેકિંગ કરાયું
- બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, આરપીએફ, જીઆરપી સહિતની ટીમોએ ચેકિંગ હાથ ધરાયું
સુરેન્દ્રનગર : દિલ્હીના લાલ કિલ્લા પાસે સોમવારે રાત્રીના સમયે કારમાં બ્લાસ્ટ થતા અફડા તફડી મચી જવા પામી હતી અને આ ઘટનામાં ૧૩ જેટલા લોકોના મોત નિપજયા હતા. બ્લાસ્ટની આ ઘટનામાં આંતકવાદીઓનો હાથ હોવાનું સામે આવતા સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
બ્લાસ્ટ બાદ સતર્કતાના ભાગરૂપે સુરેન્દ્રનગર રેલ્વે જંક્શન પર રેલવે પોલીસ, જીઆરપી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરવામા આવ્યું હતું. જેમાં મુસાફરોના માલ સામાન વેઇટિંગ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, ખાણી પીણીના સ્ટોલ સહિતની તમામ જગ્યા પર કરવામાં આવ્યું હતું. જોકે કઈ શંકાસ્પદ ચીજ વસ્તુ, માલ સામાન અથવા કોઈ વ્યક્તિ જણાઈ ન આવતા રાહતનો શ્વાસ લીધો હતો. આ તકે પોલીસ વિભાગ દ્વારા લોકોને પણ કોઈ જાહેર સ્થળો પર અથવા કોઇપણ જગ્યાએ કોઈ શંકાસ્પદ કે બિનવારસી ચીજ વસ્તુઓ જણાઈ આવે અથવા કોઈ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલ જણાઈ આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ અનુરોધ કર્યો હતો.

