Gujarat

દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે આજથી Al આધારિત ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટની શરૂઆત

By GS TEAM
2 Jun 20261 min read
TukuTouch Logo
આજે માત્ર 25 અરજદારો ટેસ્ટ આપી શકશે, મોટાભાગની એપોઈન્ટમેન્ટ રિ-શિડ્યૂલ કરાઈ

Summarized by AI; it may make mistakes. Check important info

દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે આજથી Al આધારિત ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટની શરૂઆત

Vadodara RTO Office : આજે તા.2 જૂનથી દરજીપુરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે લાયસન્સ માટે એઆઈ(આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાની શરૂઆત થશે.

આ કામગીરી પ્રારંભિક ધોરણે થનાર હોઈ ટેકનિકલ સમસ્યા ન ઉદ્ભવે તે માટે આવતીકાલે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના 25 ડ્રાઈવિંગ ટેસ્ટ થઈ શકશે, જ્યારે મોટાભાગની એપોઈન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરાઈ છે.

અરજદારોએ નવી રિ-શિડ્યુલ થયેલ એપોઈન્ટમેન્ટ મુજબ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાના રહેશે. વિભાગે 175 અરજદારોની એપોઈન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરી છે, જેમાં 70 ફોર વ્હીલર અને 105 ટુ વ્હીલર અરજદારોનો સમાવેશ થાય છે.

ડ્રાઈવિંગ ટેસ્ટ આપતી વખતે અરજદારની ચૂક થશે તો એઆઈ તેની ખામી નોંધી લેશે અને તેના આધારે લાયસન્સ મળવાપાત્ર છે કે નહિ તે નક્કી કરશે. અરજદારે ભૂલ કરી હશે તો તે ભૂલ પણ વીડિયોમાં જોઈ શકાશે, જેથી હવે અરજદાર પરીક્ષામાં પાસ થયો છે કે ફેઈલ તે એઆઈ જ નક્કી કરશે. એ.આઈ. સિસ્ટમ 360 ડિગ્રી હાઈ-રિઝોલ્યુશન કેમેરા અરજદારોની ડ્રાઈવિંગ પ્રક્રિયાનું સતત મોનીટરિંગ કરશે. રોડ માર્કિંગ, વાહનની ગતિ અને દિશાને કેમેરા અને સોફ્ટવેર દ્વારા ડિટેક્ટ કરી આપમેળે પરિણામ જનરેટ કરશે.

હાલમાં લેવાતા ચાર મુખ્ય ટેસ્ટ રિવર્સ પાર્કિંગ, અંગ્રેજી આઠ, રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ યથાવત્ રહેશે. નવા ટ્રેકમાં ટ્રાફિક સિગ્નલનો ઉમેરો કરાયો છે.