વડોદરા: અકોટા ગાય સર્કલ પાસે ગેસ લીકેજ થતા ચક્કાજામ
વડોદરા, તા. 1 જાન્યુઆરી 2019 મંગળવાર
અકોટા ગાય સર્કલ પાસે આજે સવારે ગેસ લીકેજ થવાને કારણે અફરાતફરી સર્જાઈ હતી.
વાહનોથી સતત ધમધમતા અકોટા મેઇન રોડ પર ગાય સર્કલ પાસે આજે સવારે ડ્રેનેજની અંદર ગેસ પાઇપલાઇન લીકેજ થઈ હતી. બનાવને પગલે વાહનચાલકોમાં નાસભાગ મચી હતી અને તેને કારણે એક કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડ ગેસ વિભાગ અને પોલીસે સ્થિતિ સંભાળી હતી.