ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી મુંબઈની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનની રજુઆત
Vadodara : અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા દ્વારા સાથે વડોદરા રેલવે ડી.આર.એમને આવેદનપત્ર આપી ગણેશ ઉત્સવ માટે શરૂ કરેલી ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા માગણી કરવામાં આવી છે.
અખિલ મહારાષ્ટ્ર યુવક મંડળના પ્રમુખ વિજય જાદવે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જીલ્લા રાયગઢ અને જીલ્લા રત્નાગિરીના લાખોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે. જેમને સાપ્તાહિક એક ટ્રેન મારુંસાગર એક્સપ્રેસ છે તેમજ અન્ય દિવસે ટ્રેનના હોવાથી વાયા મુંબઈથી પ્રવાસ કરવો પડે છે. જે પ્રવાસ મોંઘો તેમજ ઘણી તકલીફો પડે છે માટે આજ રોજ ગણેશ ઉત્સવ નિમિત્તે ચાલુ કરેલ ટ્રેન કાયમી સ્વરૂપે ચાલુ કરવા માંટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.