એરપોર્ટ ઓથોરિટીનો વડોદરા એરપોર્ટ પર વધુ એક રન-વે બનાવવાનો પ્રસ્તાવ
વડોદરાઃ વડોદરા એરપોર્ટના વિસ્તરણ અને તેની કાર્યક્ષમતા વધારવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વડોદરા એરપોર્ટ પર એક અલાયદો રનવે બનાવવાનો પ્રસ્તાવ મૂકયો છે.
આ પ્રસ્તાવ પર વડોદરાના સાંસદની અધ્યક્ષતામાં વડોદરા એરપોર્ટ એડવાઈઝરી કમિટિની મ ળેલી બેઠકમાં ચર્ચા થઈ હતી.અલાયદા રન વે માટે જમીન સંપાદન કરવા માટે ગુજરાત સરકારને કમિટિ દ્વારા દરખાસ્ત કરવાનો નિર્ણય લેવાયો છે.
બેઠકમાં થયેલી ચર્ચા પ્રમાણે વડોદરા એરપોર્ટ અત્યારે માળખાકીય સુવિધાની દ્રષ્ટિએ તથા જરુરી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરાવવાની દ્રષ્ટિએ રોજના ૩૫૦ જેટલા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની અવર જવર માટે સક્ષમ છે.જોકે વડોદરા એરપોર્ટની તૈયારી પછી પણ અહીંથી હજી સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ થઈ શકી નથી.એરપોર્ટને ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવા માટે જરુરી લીલી ઝેંડી પણ મળી ગયેલી છે.આ પહેલા એવી ચર્ચા હતી કે, માર્ચ મહિનાથી વડોદરાથી દુબઈની ફ્લાઈટનો પ્રારંભ થશે.
એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે જરુરી કસ્ટમ અને ઈમિગ્રેશનની સુવિધાઓ માટે પણ નોટિફિકેશન પ્રસિધ્ધ કરીદેવાયું છે પરંતુ હજી સુધી એરલાઈન કંપનીઓએ ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવાની તૈયારી બતાવી નથી.આ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પણ એરલાઈન્સને પત્ર લખશે તેવું સાંસદનું કહેવું છે.