'વિમાનના બંને એન્જિનને ફ્યુલ મળતું જ બંધ થઈ ગયું...', અમદાવાદ પ્લેન ક્રેશ અંગે મોટો ખુલાસો
AAIB releases preliminary report on Air India plane crash in Ahmedabad : 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું જેમાં એકને છોડી બાકી તમામ મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સના મૃત્યુ થયા હતા. આ વિમાન દુર્ઘટના મામલે AAIBએ પ્રાથમિક તપાસનો રિપોર્ટ જાહેર કર્યો છે. પ્રાથમિક તપાસમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ખુલાસા થયા છે.
પ્રાથમિક તપાસ રિપોર્ટમાં જાહેર થયેલી મહત્ત્વપૂર્ણ વિગત:
AAIBએ કુલ 15 પાનાનો તપાસ રિપોર્ટ જાહેર કર્યો
પ્રાથમિક તપાસ રિપોર્ટ અનુસાર એર ઈન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના બંને એન્જિન ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડ બાદ બંધ થઈ ગયા હતા.
ઘટનાસ્થળ પર ડ્રોન ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી સંપન્ન, વિમાનનો કાટમાળ અમદાવાદ એરપોર્ટ નજીક સુરક્ષિત રાખવામાં આવ્યો છે
વિમાનના બંને એન્જિનને ઈંધણ આપતી ફ્યુલ કટઓફ સ્વિચ એક જ સેકન્ડમાં ‘Run’થી ‘Cut Off’માં જતી રહી. બંને એન્જિનને ફ્યુલ મળતું બંધ થઈ ગયું.
પહેલા પ્રથમ એન્જિનને ઈંધણ મળતું બંધ થયું અને એક જ સેકન્ડમાં બીજા એન્જિનની ફ્યુલ સ્વિચ ‘કટઓફ’ થઈ ગઈ
પાયલટે બીજા પાયલટને સવાલ કર્યો, ‘સ્વિચ કટઓફ કેમ થઈ?’ બીજા પાયલટે જવાબ આપ્યો, ‘મેં નથી કરી’
આ ઘટનાની 5 સેકન્ડ બાદ વિમાનનો પાવર જતો રહ્યો અને Ram Air Turbine (RAT) એક્ટિવ થઈ ગયું. જેના સીસીટીવી ઉપલબ્ધ છે
વિમાન માત્ર 32 સેકન્ડ સુધી જ હવામાં રહી શક્યું.
એન્જિન ફરી ચાલુ કરવા પ્રયાસ કરાયો, પહેલું એન્જિન અમુક ક્ષણો માટે ચાલ્યું જ્યારે બીજું ચાલુ જ ન થયું
વિમાન એરપોર્ટની બાઉન્ડ્રી વોલને પાર કરે તે પહેલા જ નીચે આવવા લાગ્યું હતું
01:39:05 IST વાગ્યે એક પાયલટે MAYDAY MAYDAY MAYDAY’ કોલ આપ્યો. એટીસીએ કોલ સાઇન માંગ્યો પરંતુ કોઈ જવાબ ન મળ્યો અને બીજી જ ક્ષણે વિમાન રનવેથી 1.7 કિમી દૂર હોસ્ટેલ પર ક્રેશ થયું
થ્રસ્ટ લીવર ઓછા પાવર પર હતું પરંતુ બ્લેક બોક્સ ડેટા અનુસાર ટેકઓફ સમયે પૂર્ણ ક્ષમતાથી વિમાને ઉડાન ભરી હતી
ફ્યુલ ક્વોલિટીની તપાસમાં કોઈ ગંદકી કે ખરાબી મળી નથી
ટેકઓફ સમયે ફ્લેપ્સ અને લેન્ડિંગ ગિયર યોગ્ય પોઝિશનમાં જ હતા
વાતાવરણ સારું જ હતું, કોઈ પક્ષી ટકરાયું ન્હોતું, વિઝિબિલિટી સારી હતી
બંને પાયલટ ફિટ અને અનુભવી હતા, થાક કે માનવીય ભૂલના સંકેત નહીં
વિમાનનું વજન અને કાર્ગો નિયમ અનુસાર જ હતા, કોઈ ખતરનાક સામાન મળ્યો નથી
AAIBએ રાત્રિના 1 વાગ્યે આ રિપોર્ટ જાહેર કર્યો, આ માત્ર પ્રાથમિક તપાસનો રિપોર્ટ છે. હજુ વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે