બાવળા એઆરટીઓમાં એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ શરૃ

પાસ
થવાનો રેશિયો ઘટશે, માર્ગ અકસ્માતમાં ઘટાડાની શક્યતા
ટેસ્ટ
ટ્રેકમાં ૨૬ કેમેરા વાહન ચાલકની દરેક મૂવમેન્ટ પર નજર રાખશે અને તેનું રેકોડગ કરશે
સાણંદ -
ગુજરાતના વાહનવ્યવહાર વિભાગે ડ્રાઇવિંગ લાઇસન્સની
પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા માટે પહેલ કરી છે. તા. ૦૧/૧૨/૨૦૨૫થી બાવળા પ્રાદેશિક
વાહનવ્યવહાર કચેરી (એઆરટીઓ)ખાતે આટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) બેઝ્ડ વીડિયો એનાલિટિક
ટેકનોલોજીથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનું શરૃ કરવામાં આવ્યું છે.
આ
નવી સિસ્ટમ લાગુ થયા બાદ ટેસ્ટ પાસ કરવા માટે કોઈની લાગવગ ચાલશે નહીં. ડ્રાઇવિંગ
ટેસ્ટ ટ્રેક પર ૨૬થી ૩૦ જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે, જે વાહન ચાલકની દરેક
નાની-મોટી મૂવમેન્ટ પર બાજ નજર રાખશે અને તેનું રેકોડગ કરશે. અરજદારની ભૂલોનું
મોનિટરિંગ એઆઇ દ્વારા કરવામાં આવશે, જેનાથી પ્રક્રિયા
સંપૂર્ણપણે પારદર્શક બનશે.
બાવળા
એઆરટીઓ અધિકારી હાદક પટેલે જણાવ્યું કે એઆઇ ટ્રેક દ્વારા લેવામાં આવતા ડ્રાઇવિંગ
ટેસ્ટમાં પાસ થવાનો રેશિયો ઘટી શકે છે,
કારણ કે આસાનીથી પાસ થવું મુશ્કેેલ બનશે. આ ટેસ્ટના પરિણામે ૧૦૦ ટકા
સચોટ રિઝલ્ટ મળશે, જેનાથી વાહન ચાલકોની ડ્રાઇવિંગ સ્કીલમાં
સુધારો થશે. યોગ્ય કૌશલ્ય ધરાવતા વાહન ચાલકોને જ લાઇસન્સ મળે
તે સુનિશ્ચિત કરીને પ્રક્રિયાને આધુનિક બનાવવાનો છે. ડ્રાઇવિંગની ગુણવત્તા
સુધરવાથી માર્ગ અકસ્માતોમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા રહેશે.

