Gujarat

આવતા શનિવારે અમદાવાદનું કાંકરિયા લેક રહેશે બંધ, 70મો ફિલ્મફેર ઍવૉર્ડ યોજાશે

By GS TEAM
9 Oct 20251 min read
TukuTouch Logo
અમદાવાદના મણિનગરમાં આવેલા ટ્રાન્સ્ટેડિયા ખાતે 11 ઑક્ટોબર, 2025ના રોજ 70મા ફિલ્મફેર ઍવૉર્ડનું આયોજન કરવામાં આવ્યુ છે. આ દરમિયાન VIP મૂવમેન્ટ અને ટ્રાફિક હોવાના કારણે તંત્રએ આગામી શનિવારે (11 ઑક્ટોબર) કાંકરિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આવતા શનિવારે અમદાવાદનું કાંકરિયા લેક રહેશે બંધ, 70મો ફિલ્મફેર ઍવૉર્ડ યોજાશે

Ahmedabad News : અમદાવાદના મણિનગરમાં આવેલા ટ્રાન્સ્ટેડિયા ખાતે 11 ઑક્ટોબર, 2025ના રોજ 70મા ફિલ્મફેર ઍવૉર્ડનું આયોજન કરવામાં આવ્યુ છે. આ દરમિયાન VIP મૂવમેન્ટ અને ટ્રાફિક હોવાના કારણે તંત્રએ આગામી શનિવારે (11 ઑક્ટોબર) કાંકરિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં સતત બીજી વખત ફિલ્મફેર ઍવૉર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે 70મા ફિલ્મફેર ઍવૉર્ડના આયોજન માટે ટુરિઝમ કોર્પોરેશન અને વર્લ્ડ વાઇડ મીડિયા વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. આમ શહેરના મણિનગર વિસ્તારમાં બે દિવસ બાદ ફિલ્મફેર ઍવૉર્ડ્સનું આયોજન છે, તે દિવસે બોલિવૂડના કલાકારો સહિતના સ્ટાર આવવાના છે. 

આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં ST બસો હાઉસફુલ! 1.74 લાખથી વધુ ટિકિટનું એડવાન્સ બુકિંગ

આ દરમિયાન શહેરમાં ટ્રાફિની સમસ્યા કે અન્ય કોઈ ઘટના ન બને તેને લઈને 11 ઑક્ટોબરે કાંકરિયા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કાંકરિયા તળાવ, કિડ્સ સિટી, પ્રાણી સંગ્રહાલય સહિત શનિવારના દિવસે બંધ રહેશે.