Gujarat

ન્યુ વીઆઇપી રોડ અને સમામાં બે અછોડા લૂંટનાર અમદાવાદનો અછોડા તોડ ઝડપાયો

By GS TEAM
25 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરામાં અછોડા લૂંટનાર અમદાવાદના રીઢા ગુનેગારને વડોદરા પોલીસે ઝડપી પાડતા વડોદરામાં લુટેલા બે અછોડાનો ભેદ ખુલ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ન્યુ વીઆઇપી રોડ અને સમામાં બે અછોડા લૂંટનાર અમદાવાદનો અછોડા તોડ ઝડપાયો

Vadodara Chain Snatching : વડોદરામાં અછોડા લૂંટનાર અમદાવાદના રીઢા ગુનેગારને વડોદરા પોલીસે ઝડપી પાડતા વડોદરામાં લુટેલા બે અછોડાનો ભેદ ખુલ્યો છે. 

વડોદરા પાણીગેટ વિસ્તારની આયુર્વેદિક કોલેજ પાસે પોલીસે નંબર પ્લેટ વગરની બાઇક ઉપર મોહસીન ઉર્ફે હાઈટ રફીક ભાઈ અન્સારી (સંકલિત નગર, જુહાપુરા, અમદાવાદ) ને ઝડપી પાડી તપાસતા તેની પાસેથી તૂટેલા બે અછોડા મળ્યા હતા. 

પોલીસે મોટરસાયકલના કાગળ માંગતા મળી આવ્યા ન હતા. જેથી વધુ તપાસ કરતા આ મોટરસાયકલ અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી ચોરી કર્યાની વિગતો ખુલી હતી. પોલીસની પૂછપરછ દરમ્યાન મોહસીન ગઈકાલ 31મી એ ચોરી કરેલી બાઈક પર વડોદરા આવ્યો હતો અને ન્યુ વીઆઇપી રોડ અને સમામાં બે અછોડા તોડયા હોવાની વિગતો ખુલી હતી.

જેથી ક્રાઈમ બ્રાન્ચે રૂમ ત્રણ લાખ ઉપરાંતની કિંમતનો તેમજ એક લાખ ઉપરાંતની કિંમતના અછોડા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મોહસીન સામે વડોદરા અમદાવાદ અને ભરૂચમાં 15 જેટલા ગુના નોંધાયેલા છે અને ત્રણ વખત પાસા હેઠળ પણ જઈ આવેલ છે. વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં તેની સાસરીમાં આવ્યો તે દરમિયાન ઝડપાઈ ગયો હતો.