અમદાવાદનો વિસ્તાર ૫૦૫ ચોરસ કિલોમીટર થતાં ફાયર વિભાગમાં ૧૧૦ નવી જગ્યા ખોલવા મંજુરી અપાઈ
બોપલ,ત્રાગડ તથા ગોતા ફાયર સ્ટેશન ખાતે નવા સ્ટાફને નિમણૂંક અપાશે
અમદાવાદ,ગુરુવાર,24 જુલાઈ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમા નવા વિસ્તારોનો
સમાવેશ કરાતા કોર્પોરેશન હદ વિસ્તાર વધીને ૫૦૫.૭૪ ચોરસ કિલોમીટર થયો છે. શહેરના
વધેલા વિસ્તારને ધ્યાનમાં લઈ ફાયર વિભાગમાં ૧૧૦ નવી જગ્યા ખોલવા સ્ટેન્ડિંગ કમિટીએ
મંજુરી આપી છે.બોપલ ઉપરાંત ત્રાગડ અને ગોતા ખાતે નવા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી
પુરી થવા તરફ છે. આ પરિસ્થિતિમાં આ ત્રણ ફાયર સ્ટેશન ખાતે નવા સ્ટાફને નિમણૂંક
અપાશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં હાલ ૧૯ ફાયર સ્ટેશન આવેલા
છે. કોર્પોરેશન હદ ઉપરાંત હદ બહારના વિસ્તારોમા પણ ફાયર વિભાગ અંગારકોલ અથવા બચાવ
કોલની કામગીરી માટે પહોંચી જાય છે.આકસ્મિક ઘટનાના સમયમાં રાજય બહાર પણ ફાયર
વિભાગની ટીમ રાહત ્અને બચાવની કામગીરી માટે મોકલવામા આવે છે.બોપલ ફાયર સ્ટેશન માટે
ટેકનીકલ સ્ટાફ અને અધિકારીઓ મળીને ૪૨નો
સ્ટાફ તથા ગોતા ફાયર સ્ટેશન ખાતે બનનારા ૩૪ કવાટર્સ, ત્રાગડ ફાયર સ્ટેશન ખાતે બનનારા ૩૪ કવાટર્સ એમ કુલ ૬૮
અધિકારીઓ અને કર્મચારીઓ મળી નવી ૧૧૦ જગ્યા ખોલવા કવાયત શરૃ કરવામા આવી છે.ત્રણે ફાયર સ્ટેશન ખાતે સ્ટેશન ઓફિસર
ઉપરાંત સબ ફાયર ઓફિસર, જમાદાર, ડ્રાઈવર કમ પમ્પ
ઓપરેટર, ફાયરમેન
અને સ્ટ્રેચર બેરરની જગ્યા ભરવામા આવશે.