Get The App

અમદાવાદના કોન્ટ્રાક્ટરને હની ટ્રેપમાં ફસાવીને મહિલા અને તેની ગેંગના સાગરિતોએ પોલીસની ઓળખ આપી નાણાં પડાવ્યા

Updated: Apr 17th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદના કોન્ટ્રાક્ટરને હની ટ્રેપમાં ફસાવીને મહિલા અને તેની ગેંગના સાગરિતોએ પોલીસની ઓળખ આપી નાણાં પડાવ્યા 1 - image

image : Social media

Ahmedabad Honey Trap : અમદાવાદમાં રહેતા એક કોન્ટ્રાક્ટરનો મોબાઇલ એપ્લીકેશનથી સંપર્ક કરીને  હનીટ્રેપમાં ફસાવવા માટે બોપલમા ંઆવેલી એક હોટલમાં મળવા બોલાવ્યા બાદ ગેંગના અન્ય સાગરિતોએ પોલીસની ઓળખ આપીને મહિલા સાથે ડ્રગ્સનો ધંધો કરો છો. તેમ કહીને કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સાડા ત્રણ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી.  આ અંગે સરખેજ પોલીસે કવિતા પટેલ નામની મહિલા સહિત પાંચ લોકો વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

કોન્ટ્રાક્ટરને મોબાઇલ એપ્લીકેશનથી સંપર્ક કરીને હનીટ્રેપમાં ફસાવ્યો હતોઃ સરખેજ પોલીસે તપાસ શરૂ કરી 

અમદાવાદમાં રહેતા એક વ્યક્તિ કોન્ટ્રાક્ટર તરીકે વ્યવસાય કરે છે અને પરિવાર સાથે રહે છે.  ફેબ્રુઆરી 2025માં તેમણે ક્વેક ક્વેક નામની ડેટીંગ એપ્લીકેશન મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરી હતી. જેમાં છેલ્લાં એક મહિનાથી કવિતા પટેલ નામની એક યુવતી સાથે સપર્કમાં હતા. કવિતાએ ઓનલાઇન જણાવ્યું હતું કે  તે હિંમતનગર ખાતે રહે છે.તેમની વચ્ચે મિત્રતા વધવાની સાથે વોટ્સએપ ચેટ પણ થતી હતી. ગત 17મી માર્ચના રોજ કવિતાએ મળવાની વાત કરતા કોન્ટ્રાક્ટરે તેને બોપલ વકીલ સાહેબ ઓવરબ્રીજ પાસે આવેલી હોટલમાં મળવા બોલાવી હતી. પરંતુ, હોટલમાં જતા કવિતાએ પોતાનું આઇડી ન આપતા તેમને રૂમ મળ્યો નહોતો. જેથી બંને નીચે ઉતર્યા હતા. ત્યારે બે યુવકો તેમની પાસે આવ્યા હતા અને તે એટીએસના સ્ટાફના હોવાનું કહીને કોન્ટ્રાક્ટર અને કવિતાને ધમકાવીને તે ડ્રગ્સનો ધંધો કરે છે. તેમ કહીને એક કાર બોલાવી હતી. જેમાં મહિલા બેઠી હતી. સાથેસાથે તેમણે કોન્ટ્રાક્ટરની કારમાં પણ સાથે લઇને બંનેને બેસાડીને સનાથલ રીંગ રોડ પર આવેલી એક હોટલ નજીક લઇ ગયા હતા.  જ્યાં ધમકી આપી હતી કે જો કેસથી બચવુ હોય તો જે હોય તે આપી દો અને બાદમાં મોબાઇલમા પેમેન્ટ એપ્લીકેશનનો પાસવર્ડ જાણીને કાર્ડથી 60 હજાર રૂપિયા લઇ લીધા હતા. આ ઉપરાંત વધારાના નાણાં મંગાવીને કુલ 3.42 લાખ જેટલી રકમ લઇને કોન્ટ્રાક્ટરને રીંગ રોડ પર ઉતારીને ફરાર થઇ ગયા હતા. 

આ બનાવ બાદ કોન્ટ્રાક્ટર ડરી ગયો હતો. તેણે તેના મિત્રોને વાત કરી હતી અને જેના આધારે સરખેજ પોલીસને સંપર્ક કર્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.ધુળિયાએ જણાવ્યું કે આ અંગે રીંગ રોડ પરની હોટલ, સીએનજી પંપના સીસીટીવી તેમજ અન્ય પુરાવા તપાસીને આરોપીઓની શાધખોળ હાથ ધરી છે.

Tags :