Get The App

અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1300 સરકારી કર્મચારીઓ દંડાયા, 80 પોલીસકર્મીઓની પણ પાવતી ફાટી

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1300 સરકારી કર્મચારીઓ દંડાયા, 80 પોલીસકર્મીઓની પણ પાવતી ફાટી 1 - image


Ahmedabad Traffic Rules: ઘણી વખત એવી ફરિયાદો ઉઠતી હોય છે કે ટ્રાફિક પોલીસ સરકારી કર્મચારીઓ કે પોલીસકર્મીઓને નિયમ ઉલ્લઘંન પર દંડ કરી કરતી નથી ત્યારે હવે કાયદો બધા માટે સમાનનો હેતુ સાર્થક કરવા અમદાવાદ ટ્રાફિક પોલીસે સરકારી કર્મચારીઓ સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં 1300થી વધુ સરકારી કર્મચારીઓને 6.16 લાખ દંડનો ફટકારવામાં આવ્યો છે. 

1250 જેટલા સરકારી કચેરીના કર્મીઓને દંડ

2 જાન્યુઆરીના રોજ સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી અમદાવાદમાં મુખ્ય સરકારી કચેરીઓના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા પર ટ્રાફિક પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન, સરકારી કર્મચારીઓ સામે કુલ 1,250 કેસ નોંધાયા હતા. આ ઉલ્લંઘનોમાં મુખ્યત્વે હેલમેટ વિના વાહન ચલાવવું, વાહનો પર ડાર્ક ફિલ્મનો ઉપયોગ કરવો અને નંબર પ્લેટની ગેરહાજરી અથવા ચેડાંનો સમાવેશ થતો હતો.  જેમાં ₹5.77 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે લગભગ 10 વાહનોને અટકાયત(ડિટેઇન)માં લેવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1300 સરકારી કર્મચારીઓ દંડાયા, 80 પોલીસકર્મીઓની પણ પાવતી ફાટી 2 - image
80 જેટલા પોલીસ કર્મીઓને દંડ

સમગ્ર કાર્યવાહીમાં નિયમનો ભંગ કરતાં પોલીસ કર્મચારીઓને પણ છોડવામાં આવ્યા ન હતા. 80 જેટલા ખાખીના જવાનોની પાવતી ફાડી 38,800નો દંડ ફટકારવામાં આવ્યો હતો. એક પોલીસકર્મીના વાહનની અટક પણ કરવામાં આવી હતી. શહેરના પોલીસ કમિશનરને જાણવા મળ્યું હતું કે સરકારી કચેરીઓ કામ કરતા ઘણા કર્મચારીઓ ટ્રાફિક નિયમનું પાલન કરતાં નથી જે બાદ સરકારી તંત્રમાં જ ટ્રાફિક શિસ્ત લાગુ કરવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.

‘ટ્રાફિક નિયમોમાં કોઈ અપવાદ નથી’

વરિષ્ઠ ટ્રાફિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે 'આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે અને ચેતવણી આપી હતી કે રેન્ક કે હોદ્દાને ધ્યાનમાં લીધા વિના કાર્યવાહી કરવામાં આવશે, ટ્રાફિક નિયમો દરેક માટે સરખા છે તે પછી સરકારી કર્મચારીઓ હોય કે પોલીસ કર્મચારીઓ', આ ડ્રાઈવને જોતાં તો લાગી રહ્યું છે કે હવે શહેરમાં કોઈની શરમ કે લાગવગ રાખ્યા વગર ટ્રાફિક નિયમો તોડશે તેની સામે દંડાત્મક કાર્યવાહી થશે.