Get The App

નારણપુરામાં યુવકનો ભોગ લેનાર કારચાલક સમર્થ અગ્રવાલની અંતે પોલીસે ધરપકડ કરી

સમર્થ અગ્રવાલ પાડોશીમાં રહેતી યુવતી સાથે ફરવા નીકળ્યો હતો

સમર્થ અગ્રવાલ નામના યુવકની સંડોવણી અંગેના પુરાવા માટે પોલીસે સીસીટીવી ફુટેજ ચકાસ્યાઃ કારની સ્પીડ અંગે એફએસએલમાં રિપોર્ટ કરાશે

Updated: May 15th, 2025

GS TEAM


Google News
Google News
નારણપુરામાં યુવકનો ભોગ લેનાર કારચાલક સમર્થ અગ્રવાલની અંતે પોલીસે ધરપકડ કરી 1 - image

અમદાવાદ,ગુરૂવાર

શહેરના નારણપુરામાં આવેલા અમીકુંજ ચાર રસ્તા પાસે મંગળવારે રાતના સમયે બાઇક પર જઇ રહેલા બે યુવકોના બાઇકની ટક્કર મારીને અકસ્માત કરનાર કાર ચાલકની બી ડીવીઝન ટ્રાફિક પોલીસે ધરપકડ કરી છે.  સમર્થ અગ્રવાલ નામનો યુવક તેના પાડોશમાં રહેતી યુવતી સાથે કારમાં જતો હતો ત્યારે તેણે કારને પુરઝડે ચલાવીને અકસ્માત કર્યો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં ૧૯ વર્ષીય સમર્થ અગ્રવાલ નામના યુવક અંગે પોલીસને માહિતી મળી હતી. જે અંગે કેસને લગતા સીસીટીવી ફુટેજ સહિતના પુરાવા એકત્ર કરીને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

નારણપુરામાં યુવકનો ભોગ લેનાર કારચાલક સમર્થ અગ્રવાલની અંતે પોલીસે ધરપકડ કરી 2 - imageનારણપુરા અંકુર ચાર રસ્તા પાસે  આવેલી વિવેકાનંદ સોસાયટીમાં પીજી ખાતે રહેતો બ્રિજેશ ડોડીયા (ઉ.વ.૨૦) અને સીજી રોડ પર આવેલા કાઠીયાવાડ પીજીમાં રહેતો તેનો મિત્ર આર્યન બારડ ( ઉ.વ.૨૦)   મંગળવારે રાત્રેે આર્યનના બાઇક પર વિવેકાનંદ સોસાયટી તરફ જઇ રહ્યા હતા.ત્યારે એક ક્રેટા કાર પુરઝડપે આવી હતી અને બાઇકને ટક્કર મારીને અકસ્માત કરતા  આર્યન અને બ્રિજેશને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાંઆર્યનનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધીને તપાસ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે કાર એક યુવક ચલાવતો હતો અને તે યુવતી સાથે હતો.

કારના રજીસ્ટ્ેશન નંબરના આધારે કાર ચાલક  નારણપુરા રેલવે ક્રોસીગ પાસે આવેલી શ્રેણીક સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું અને કાર સમર્થ અગ્રવાલ નામનો યુવક ચલાવતો હતો. જેના આધારે પોલીસે  બુધવારે સાંજે અટકાયત કરીને કેસને લગતા પુરાવા એકઠા કર્યા હતા. જેમાં સોસાયટીના સીસીટીવી ફુટેજમાં તે સોસાયટીમાંથી કાર લઇને તેના પડોશીમાં રહેતી યુવતી સાથે જતો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે ગુરૂવારે ધરપકડ કરી હતી.

આ અંગે માહિતી આપતા અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક વિભાગના ડીસીપી નીતા દેસાઇએ જણાવ્યું કે સમર્થ અગ્રવાલ કોલેજમાં અભ્યાસ કરે છે. તેણે દારૂના નશામાં હતો કે નહી તે અંગે રિપોર્ટ કરાયો છે. સાથેસાથે કારની સ્પીડ અંગે તપાસ કરવા માટે એફએસએલનો રિપોર્ટ પણ કરાશે. 


Tags :