Get The App

અમદાવાદમાં હજુ 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં, પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં હજુ 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં, પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા 1 - image


Ahmedabad Weather: અમદાવાદમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને વરસાદ માટે હજુ રાહ જોવી પડી શકે છે. આગામી 20 જૂન સુધી અમદાવાદમાં વરસાદની સંભાવના નહિવત્ હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 

આકરા તાપથી લોકો ત્રસ્ત 

રવિવારે (આઠમી જૂન) અમદાવાદમાં 40.4 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. દિવસ દરમિયાન આકરા તાપથી લોકો ત્રસ્ત થયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી 14મી જૂન સુધી તાપમાન 42 સુધી પહોંચતાં ગરમીનું પ્રમાણ રહેશે. બીજી તરફ હવામાન નિષ્ણાતોને મતે 14 જૂન બાદ અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટાં પડવાની સંભાવના છે. અલબત્ત, ગરમીનું પ્રમાણ પણ યથાવત્ રહેશે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં ગુજરાતના હળવદના યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો, 6 દિવસથી ગુમ હતો

રાજ્યમાંથી આજે કંડલા ઍરપોર્ટમાં 42, ડીસામાં 40.07 , ગાંધીનગરમાં 40, રાજકોટમાં 39.5, ભુજમાં 38.6, વડોદરામાં 37.4, ભાવનગરમાં 37.2 , સુરતમાં 35.2 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં હજુ 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં, પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા 2 - image



Tags :