Gujarat

અમદાવાદમાં સાબરમતીના 3 બ્રિજ અને અંડરપાસ મેન્ટેનન્સ માટે આજ રાતથી બંધ, જાણો વૈકલ્પિક રુટ

By GS TEAM
29 Nov 20251 min read
TukuTouch Logo
અમદાવાદમાં સાબરમતી નદી પર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા ત્રણ મુખ્ય બ્રિજ અને એક અંડરપાસ પર મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીના પગલે વાહનચાલકોને અગવડ ન પડે તે માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં સાબરમતીના 3 બ્રિજ અને અંડરપાસ મેન્ટેનન્સ માટે આજ રાતથી બંધ, જાણો વૈકલ્પિક રુટ
Representative image

Ahmedabad News: અમદાવાદમાં સાબરમતી નદી પર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા ત્રણ મુખ્ય બ્રિજ અને એક અંડરપાસ પર મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીના પગલે વાહનચાલકોને અગવડ ન પડે તે માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, શનિવાર(29મી નવેમ્બર)ની રાત્રે 11 વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી ગાંધી બ્રિજ, કેડિલા બ્રિજ અને શાહીબાગ અંડરપાસ મેન્ટેનન્સ માટે માર્ગો પર વાહનવ્યવહાર બંધ રહેશે.


આ પણ વાંચો: MBBS ગ્રેજ્યુએટને ફોર્મમાં ભૂલનું કારણ આપીને નીટ-પીજી પ્રવેશમાં ગેરલાયક ના ઠેરવી શકાય: ગુજરાત હાઈકોર્ટ


વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ

દિલ્હી દરવાજા અને સુભાષબ્રિજ તરફથી આવતા વાહનચાલકોને જો ઍરપોર્ટ તરફ જવું હોય, તો તેઓ શિલાલેખ ફ્લેટ થઈને રિવરફ્રન્ટ પરથી અવરજવર કરી શકશે. ઍરપોર્ટ/ગાંધીનગર તરફથી આવતાં વાહનચાલકો શાહીબાગ ડફનાળાથી રિવરફ્રન્ટમાં થઈને અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરીને શહેરના અન્ય ભાગોમાં જઈ શકશે.