Get The App

અમદાવાદના વિવિધ વિસ્તારમાં 36 બ્રિજના રિપેરિંગ પાછળ 5 વર્ષમાં 35 કરોડ ખર્ચાયા

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના વિવિધ વિસ્તારમાં 36 બ્રિજના રિપેરિંગ પાછળ 5 વર્ષમાં 35 કરોડ ખર્ચાયા 1 - image


Ahmedabad News: અમદાવાદનો સુભાષબ્રિજ 4 ડિસેમ્બરથી તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરાયો છે. 25 ડિસેમ્બર સુધી બંધ કરાયેલ આ બ્રિજ ખોલવામા આવે એવી કોઈ સંભાવના નથી. આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા બ્રિજના રિપેરીંગ અને કલરકામ પાછળ કોર્પોરેશને પાંચ વર્ષમાં રૂપિયા 35 કરોડનો ખર્ચ કર્યો છે. હાલ બંધ કરવામાં આવેલા સુભાષ બ્રિજની ફૂટપાથ રિપેર કરવા તથા બ્રિજ ઉપર થીકસ ટ્રોપિક પેચવર્ક કરવા રૂપિયા 25 લાખનો ખર્ચ કરાયો હતો. પ્રશ્ન એ છે કે જે સમયે સુભાષબ્રિજ ઉપર ફૂટપાથ રિપેર કરાયો એ સમયે બ્રિજની સ્થિતિ કેમ તંત્રના ઘ્યાનમાં ના આવી.

આ પણ વાંચોઃ અમદાવાદ: અસલાલી-નારોલ હાઈવે પર ઓવરટેક કરવા જતાં કાર પલટી, 20 વર્ષીય યુવકનું મોત

67 બ્રિજનું ઈન્સપેકશન કરાયુ

કોર્પોરેશન દ્વારા બિફોર અને આફ્ટર મોન્સુન શહેરના 67 બ્રિજનું ઈન્સપેકશન કરવામા આવ્યુ હોવાનો દાવો કરાઈ રહયો છે. સુભાષ બ્રિજના ઇન્સપેકશન રિપોર્ટમાં બ્રિજ સારી કન્ડિશનમાં હોવાનો ઇન્સપેકશન કરનારી એજન્સી દ્વારા રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો. જુલાઈ મહિનામાં બ્રિજ ઈન્સપેકશનનો રિપોર્ટ અપાયો અને માત્ર પાંચ જ મહિનામા બ્રિજને બંધ કરવાની કોર્પોરેશન તંત્રને ફરજ પડી છે. અલગ અલગ બ્રિજના રિપેરીંગ અને કલરકામ કરી બ્રિજની આવરદામા વધારો કરવાના દાવા સાથે કોર્પોરેશન તરફથી પાંચ વર્ષમાં 36 બ્રિજ પાછળ 35 કરોડનો ખર્ચ કર્યો છે. આટલી મોટી રકમનો ખર્ચ કર્યા પછી પણ શહેરના મુખ્ય કહી શકાય એવા બ્રિજ ઉપરની ગંભીર ક્ષતિ બહાર આવે તે ગંભીર બાબત કહી શકાય.

આ પણ વાંચોઃ CATમાં ગુજરાતના બે વિદ્યાર્થી 100 પર્સન્ટાઈલ સાથે દેશના ટોપ-12માં, અમદાવાદના 50થી વધુ વિદ્યાર્થીને 99થી વધુ પર્સન્ટાઈલ

કયા બ્રિજના રીપેરીંગ પાછળ કેટલી રકમનો ખર્ચ

નામકામગીરીખર્ચ(કરોડમાં)
સુભાષથીકસ ટોપિક પેચવર્ક0.25
સરદાર(જૂનો)રીસરફેસ વર્ક1.5
સરદાર (નવો)રીસરફેસ વર્ક1
એલિસ બ્રિજ(નવો)રીસરફેસ વર્ક1.5
ગાંધી બ્રિજ(જૂનો)રીસરફેસ વર્ક2
ગાંધી બ્રિજ(નવો)બેરીંગ રીપ્લેસમેન્ટ0.75
નહેરુ બ્રિજથીકસ ટોપિક પેચવર્ક3
દધિચી બ્રિજવીઅરીંગ કોટ રીપેરીંગ0.25
કાલુપુર બ્રિજસ્ટ્રેન્થનિંગ વોલ2
સારંગપુર બ્રિજસ્ટ્રેન્થનિંગ વોલ2
અસારવા બ્રિજથીકસ ટોપિક પેચવર્ક0.4
જગજીવન બ્રિજસ્ટ્રેન્થનિંગ વોલ2
કેડીલા બ્રિજરીસરફેસ વર્ક0.2
ઝઘડા બ્રિજરીસરફેસ વર્ક0.8
આંબેડકર બ્રિજથીકસ ટોપિક પેચવર્ક2.5
ચીમનભાઈ બ્રિજથીકસ ટોપિક પેચવર્ક2
ચાંદલોડીયા બ્રિજગ્રાઉટીંગ વર્ક2
વેજલપુર રેલવે બ્રિજથીકસ ટોપિક પેચવર્ક3.5
શાહીબાગ રેલવે બ્રિજરીસરફેસ વર્ક0.6
ગુજરાત કોલેજ બ્રિજરીસરફેસ વર્ક0.7
રાણીપ રેલવે બ્રિજરીસરફેસવર્ક0.65
અખબારનગરકેચડ્રેઈન રીપેરીંગ0.35
ઇન્કમટેક્સકેચડ્રેઈન રીપેરીંગ0.1
ઉસ્માનપુરાકેચડ્રેઈન રીપેરીંગ0.5
શિવરંજનીરીસરફેસ વર્ક0.75
સીટીએમરીસરફેસ વર્ક0.65