અમદાવાદના વિવિધ વિસ્તારમાં 36 બ્રિજના રિપેરિંગ પાછળ 5 વર્ષમાં 35 કરોડ ખર્ચાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદનો સુભાષબ્રિજ 4 ડિસેમ્બરથી તમામ પ્રકારની અવરજવર માટે બંધ કરાયો છે. 25 ડિસેમ્બર સુધી બંધ કરાયેલ આ બ્રિજ ખોલવામા આવે એવી કોઈ સંભાવના નથી. આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા બ્રિજના રિપેરીંગ અને કલરકામ પાછળ કોર્પોરેશને પાંચ વર્ષમાં રૂપિયા 35 કરોડનો ખર્ચ કર્યો છે. હાલ બંધ કરવામાં આવેલા સુભાષ બ્રિજની ફૂટપાથ રિપેર કરવા તથા બ્રિજ ઉપર થીકસ ટ્રોપિક પેચવર્ક કરવા રૂપિયા 25 લાખનો ખર્ચ કરાયો હતો. પ્રશ્ન એ છે કે જે સમયે સુભાષબ્રિજ ઉપર ફૂટપાથ રિપેર કરાયો એ સમયે બ્રિજની સ્થિતિ કેમ તંત્રના ઘ્યાનમાં ના આવી.
આ પણ વાંચોઃ અમદાવાદ: અસલાલી-નારોલ હાઈવે પર ઓવરટેક કરવા જતાં કાર પલટી, 20 વર્ષીય યુવકનું મોત
67 બ્રિજનું ઈન્સપેકશન કરાયુ
કોર્પોરેશન દ્વારા બિફોર અને આફ્ટર મોન્સુન શહેરના 67 બ્રિજનું ઈન્સપેકશન કરવામા આવ્યુ હોવાનો દાવો કરાઈ રહયો છે. સુભાષ બ્રિજના ઇન્સપેકશન રિપોર્ટમાં બ્રિજ સારી કન્ડિશનમાં હોવાનો ઇન્સપેકશન કરનારી એજન્સી દ્વારા રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો. જુલાઈ મહિનામાં બ્રિજ ઈન્સપેકશનનો રિપોર્ટ અપાયો અને માત્ર પાંચ જ મહિનામા બ્રિજને બંધ કરવાની કોર્પોરેશન તંત્રને ફરજ પડી છે. અલગ અલગ બ્રિજના રિપેરીંગ અને કલરકામ કરી બ્રિજની આવરદામા વધારો કરવાના દાવા સાથે કોર્પોરેશન તરફથી પાંચ વર્ષમાં 36 બ્રિજ પાછળ 35 કરોડનો ખર્ચ કર્યો છે. આટલી મોટી રકમનો ખર્ચ કર્યા પછી પણ શહેરના મુખ્ય કહી શકાય એવા બ્રિજ ઉપરની ગંભીર ક્ષતિ બહાર આવે તે ગંભીર બાબત કહી શકાય.
કયા બ્રિજના રીપેરીંગ પાછળ કેટલી રકમનો ખર્ચ
| નામ | કામગીરી | ખર્ચ(કરોડમાં) |
| સુભાષ | થીકસ ટોપિક પેચવર્ક | 0.25 |
| સરદાર(જૂનો) | રીસરફેસ વર્ક | 1.5 |
| સરદાર (નવો) | રીસરફેસ વર્ક | 1 |
| એલિસ બ્રિજ(નવો) | રીસરફેસ વર્ક | 1.5 |
| ગાંધી બ્રિજ(જૂનો) | રીસરફેસ વર્ક | 2 |
| ગાંધી બ્રિજ(નવો) | બેરીંગ રીપ્લેસમેન્ટ | 0.75 |
| નહેરુ બ્રિજ | થીકસ ટોપિક પેચવર્ક | 3 |
| દધિચી બ્રિજ | વીઅરીંગ કોટ રીપેરીંગ | 0.25 |
| કાલુપુર બ્રિજ | સ્ટ્રેન્થનિંગ વોલ | 2 |
| સારંગપુર બ્રિજ | સ્ટ્રેન્થનિંગ વોલ | 2 |
| અસારવા બ્રિજ | થીકસ ટોપિક પેચવર્ક | 0.4 |
| જગજીવન બ્રિજ | સ્ટ્રેન્થનિંગ વોલ | 2 |
| કેડીલા બ્રિજ | રીસરફેસ વર્ક | 0.2 |
| ઝઘડા બ્રિજ | રીસરફેસ વર્ક | 0.8 |
| આંબેડકર બ્રિજ | થીકસ ટોપિક પેચવર્ક | 2.5 |
| ચીમનભાઈ બ્રિજ | થીકસ ટોપિક પેચવર્ક | 2 |
| ચાંદલોડીયા બ્રિજ | ગ્રાઉટીંગ વર્ક | 2 |
| વેજલપુર રેલવે બ્રિજ | થીકસ ટોપિક પેચવર્ક | 3.5 |
| શાહીબાગ રેલવે બ્રિજ | રીસરફેસ વર્ક | 0.6 |
| ગુજરાત કોલેજ બ્રિજ | રીસરફેસ વર્ક | 0.7 |
| રાણીપ રેલવે બ્રિજ | રીસરફેસવર્ક | 0.65 |
| અખબારનગર | કેચડ્રેઈન રીપેરીંગ | 0.35 |
| ઇન્કમટેક્સ | કેચડ્રેઈન રીપેરીંગ | 0.1 |
| ઉસ્માનપુરા | કેચડ્રેઈન રીપેરીંગ | 0.5 |
| શિવરંજની | રીસરફેસ વર્ક | 0.75 |
| સીટીએમ | રીસરફેસ વર્ક | 0.65 |








